VIRAL VIDEO: સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બન્યું છે, જ્યાં ગમે તે વ્યક્તિ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શકે છે. જો કે હજું પણ અનેક લોકો સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવાને લઈને ખચકાટ અનુભવતા હોય છે. હાલના દિવસોમાં એક ગુજરાતી મહિલા સોશિયલ મીડિયામાં ખૂબ જ છવાઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ યુઝર્સ (@miss_chohan_77) પર એક પરંપરાગત ગુજરાતી ગૃહિણી એક પછી એક વીડિયો પોસ્ટ કરી રહી છે. ગુજરાતભરના ક્રિએટર્સ આ વાઈરલ માસીના વીડિયોનો ઉપયોગ કરીને પોતાના વીડિયો બનાવીને શેર કરી રહ્યા છે.
જો આજના વીડિયોની વાત કરીએ તો, તેમાં આ વાઈરલ માસી સમાજ અને લોકોની ટીકાઓને અવગણીને આગળ વધવાની શીખ આપી રહી છે.
લોકોની મજાકને નજરઅંદાજ કરવાનું કહેતા મહિલા કહે છે કે, વીડિયો બનાવવામાં શરમાવું ન જોઈએ. સમાજ અને કુટુંબમાં લોકો વાતો કરશે કે મજાક ઉડાવશે, પરંતુ જ્યારે આપણને આર્થિક રીતે મદદની જરૂર હશે ત્યારે કોઈ જ કામ નથી આવતું. આપણે આપણી મહેનત ચાલુ રાખવી જોઈએ, લોકોનું તો કામ જ છે બોલવાનું. તેમ કહીને તે લોકોમાં આત્મવિશ્વાસ વધારી રહી છે.
મહિલાની હિંમતને લોકો વધાવી રહ્યા છે આ ગૃહિણીએ પોતાની હિંમત વ્યક્ત કરતા એક યુઝર્સે લખ્યું છે કે, તેને પણ લોકોએ વીડિયો ન ઉતારવા અંગે ઘણી સલાહ આપી હતી, પરંતુ તેણે કોઈનું સાંભળ્યું નથી.આ વીડિયો સોશિયલ મીડિયા પર અનેક લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે.
