Loading...

હિન્દુ ધર્મની સુંદરતાઃ નદી કિનારે લગ્ન વિધિમાં વર-કન્યાને આશીર્વાદ આપવા પહોંચી આખી વાનર સેના, VIRAL VIDEOએ લોકોના દિલ જીત્યા

લગ્નના મંડપમાં હસ્ત મેળાપની વિધિ ચાલતી હોય છે, ત્યારે જ એક વાંદરું અચાનક કન્યા પર કૂદકો મારે છે અને તેની બાજુમાં પડેલું કેળું ઉઠાવીને ચાલતી પકડે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 24 Dec 2025 05:05 PM (IST)Updated: Wed 24 Dec 2025 05:05 PM (IST)
rishikesh-monkey-jump-in-wedding-mandap-video-goes-viral-on-social-media-661401
HIGHLIGHTS
  • વાયરલ વીડિયોને 82 લાખથી વધુ વ્યૂઝ અને 3 લાખથી વધુ લાઈક મળી
  • તમારા માટે ડેસ્ટિનેશન વેડિંગ હશે, પરંતુ વાંદરા માટે તો તેનું ઘર છે

VIRAL VIDEO: સોશિયલ મીડિયામાં મેરેજ વાયરલ વીડિયો લખીને સર્ચ કરશો તો તમને અઢળક વીડિયો જોવા મળી જશે. એવામાં ઉત્તરાખંડના ઋષિકેશમાં એક કપલના લગ્નનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં લગ્નની વિધિ દરમિયાન વાનર સેના મંડપની આસપાસ આવી ચડે છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ઋષિકેશમાં નદી કિનારે લગ્નની વિધિ ચાલી રહી છે. મંડપમાં વર-કન્યા બેઠા છે અને પંડિત સુત્રોચાર કરી રહ્યા છે. આ સમયે જ કેમેરો કટ થઈ જાય છે. આ સાથે જ ત્યાં એક વાંદરું આવી ચડે છે અને લગ્નના મંડપમાં ઘૂસી જાય છે. હસ્ત મેળાપની વિધિ વખતે જ અચાનક વાંદરું કન્યા પર કૂદકો મારે છે અને નજીકમાં પડેલું કેળું ઉઠાવીને કેળું ઉઠાવીને ચાલતી પકડે છે.

ખાસ વાત એ છે કે, અચાનક વાંદરાના આવી ચડવાથી સહેજ પણ નાસભાગ નથી મચતી, પરંતુ લગ્નની વિધિ તો રાબેતા મુજબ જ ચાલતી રહે છે. પહેલી નજરે જોઈને એવું જ લાગે કે, વાંદરું પણ લગ્નમાં મહેમાન બનીને જ આવ્યું હશે.

આ વીડિયોમાં આગળ દેખાય છે કે, નદીના કિનારે અનેક વાંદરા બેઠા-બેઠા ભોજનની મજા માણી રહ્યા છે. આ જોઈને વર-કન્યા ચોંકે જરૂર છે, પરંતુ આ સાથે જ તેમના ચહેરા પર સ્મિત સ્પષ્ટ જોઈ શકાય છે.

આ વીડિયા ઈન્સ્ટાગ્રામ યુઝર્સ @mini._.camera દ્વારા પોતાના પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 82 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે તેમજ 3 લાખથી વધુ લાઈક મળી છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં જ તરેહ-તરેહની કોમેન્ટ આવી રહી છે. મોટાભાગના યુઝર્સ લગ્ન મંડપમાં મહેમાન બનેલા વાંદરાને શુભ સંકેત ગણાવી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, હિન્દુ ધર્મની આજ સુંદરતા છે. આપણે તેને તકલીફ નહીં, પરંતુ આશીર્વાદ માનીએ છીએ. એક યુઝર્સે લખ્યું કે, ખુદ ભગવાન હનુમાન દંપતીને આશીર્વાદ આપવા આવી ચડ્યા. જ્યારે એક યુઝર્સે લખ્યું કે, કદાચ તમારા માટે આ ડેસ્ટિનેશન વેડિંગ હશે, પરંતુ વાંદરાઓ માટે તો તે તેમનું ઘર છે.