Loading...

IndiGo કટોકટી વચ્ચે જસપાલ ભટ્ટીનો જૂનો 'SOS Airline'નો VIDEO VIRAL, વર્ષો જૂની કૉમેડી ક્લિપે હાલની કડવી સચ્ચાઈ દર્શાવી

SOS Airline નામના વીડિયોમાં જસપાલ ભટ્ટી એક એવી એરલાઈનના કર્મચારી તરીકે જોવા મળે છે, જે ઑવર બુકિંગ, સ્ટાફની અછત અને ટેક્નિકલ ઈશ્યુ જેવા બહાનાઓનો સામનો કરે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 10 Dec 2025 04:44 PM (IST)Updated: Wed 10 Dec 2025 04:44 PM (IST)
jaspal-bhatti-sos-airline-comedy-clip-video-goed-viral-on-indigo-crisis-653050
HIGHLIGHTS
  • જશપાલ ભટ્ટીના જાણીતા શૉ 'ફૂલ ટેન્શન'ની ક્લિપ વાયરલ
  • અકળાયેલા મુસાફર એક કાઉન્ટર પરથી બીજા કાઉન્ટર પર દોડાદોડી કરે છે

IndiGo Crisis Video Viral: ઈન્ડિગો એરલાઈનમાં ચાલી રહેલા ઑપરેશન સંકટ વચ્ચે અભિનેતા જસપાલ ભટ્ટીના (Jaspal Bhatti) જાણીતા શૉ 'ફૂલ ટેન્શન'ની એક જૂની કૉમેડી ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી છે.

‘SOS Airline’ (શૉર્ટેજ ઑફ સ્ટાફ એરલાઈન્સ) નામના આ વીડિયોને લોકો હાલની હકીકત સાથે સાંકળીને જોઈ રહ્યા છે. ગત 7 ડિસેમબર સુધીમાં દેશભરમાં 2100થી વધુ ફ્લાઈટો રદ્દ થઈ ચૂકી છે. જેના કારણે હજારો મુસાફરો રઝળી પડ્યા છે અને ટિકિટોના ભાવ પણ આસમાને પહોંચી ચૂક્યા છે.

આ વીડિયોમાં ભટ્ટી એક એવી એરલાઈનના કર્મચારી તરીકે જોવા મળે છે, જેને ઑવર બુકિંગ, સ્ટાફની અછત અને ટેક્નિકલ ઈશ્યુ જેવા બહાનાનો સામનો કરવો પડે છે. મુસાફર એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર પર દોડાદોડી કરતાં જોવા મળી રહ્યા છે. કોઈ મુસાફર કાઉન્ટર પર ઝઘડો કરી રહ્યા છે, તો કોઈ પૈસા ખવડાવીને પણ ફ્લાઈટમાં બેસવા માટે એક સીટ આપવા ભલામણ કરતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો જોઈ ઘણાં યુઝર્સે લખ્યું છે કે, આ વ્યંગ આજની એરલાઈન્સની હાલત જોઈને એકદમ હકીકત લાગી રહ્યો છે. લિન્કડીન યુઝર્સ રાજેશ કાલરા નામના યુઝર્સે આ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, જસપાલ ભટ્ટી પોતાના સમય કરતાં ખૂબ જ આગળ હતા. તેમણે 30 વર્ષ અગાઉ જ આ પ્રકારની સ્થિતિ સર્જાશે, તેવો સંકેત આપી દીધો હતો.

નવા ક્રૂ રોસ્ટર નિયમો લાગુ થવાના કારણે ઈન્ડિગોની ફ્લાઈટમાં કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. નવા નિયમો અંતર્ગત પાયલટને વધારે આરામ આપવો જરૂરી છે. આ નિયમની પહેલાથી જાણ હોવા છતાં ઈન્ડિગો એરલાઈને પોતાના સ્ટાફ અને શિડ્યૂલમાં કોઈ ફેરફાર નહતો કર્યો.

જેના પગલે પાયલટની કમીના કારણે ફ્લાઈટો રદ્દ થવા લાગી. માત્ર 5 ડિસેમ્બર સુધી જ 1 હજારથી વધુ ઈન્ડિગોની ફ્લાઈટ રદ્દ થઈ ચૂકી હતી. 7 ડિસેમ્બરે પણ દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પરથી ઉપડતી 220 જેટલી ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી હતી. ઘણાં યુઝર્સે વાયરલ વીડિયો જોઈને લખ્યું છે કે, ભટ્ટી 1990ના દાયકાની સ્ક્રિપ્ટ 2025ની સ્થિતિ પર એકદમ ફિટ બેસે છે.