ખૂબસુરત દુલ્હનનો ડરામણો ચહેરો દેખી વરરાજાની ચીસ નીકળી ગઈ, VIRAL VIDEO જોઈ યુઝર્સ બોલ્યા- 'AIનો ઓચિંતો હુમલો'

પાછળથી એક વ્યક્તિ આવીને દુલ્હનના ગાલ પર ચિમટો ભરે છે, તે સાથે જ તેના ચહેરા પરનો નકાબ ઉતરી જાય છે અને અસલી ડરામણો ચહેરો જોઈ સૌ કોઈ ચોંકી જાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 04 Apr 2026 08:39 PM (IST)Updated: Sat, 04 Apr 2026 08:39 PM (IST)
groom-panics-after-brides-mask-comes-off-shocking-viral-video
HIGHLIGHTS
  • વાયરલ વીડિયો જોઈને પહેલી નજરે એવું જ લાગશે વરરાજા છેતરાઈ ગયો

VIRAL VIDEO: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જેમાં વાયરલ થવા ખાતર દરરોજ અઢળક વીડિયો અપલોડ કરવામાં આવતા હોય છે. એમાં પણ જે વીડિયો કંઈક અંશે અજીબ લાગતા હોય અને તેને જોઈને હસી-હસીને પેટમાં દુઃખે તેવા વીડિયો લોકોને વધારે ગમે છે. આ સિવાય લગ્નને લઈને બનાવેલા વીડિયો પણ લોકો સ્ક્રોલ કરી-કરીને જોતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો.

પહેલી નજરે તો આ વીડિયો સાવ સામાન્ય જ લાગી રહ્યો છે. જેમાં વર-કન્યા સ્ટેજ પર બેઠા છે અને તેમની ચારેય બાજુ મહેમાનો છે અને ખુશીની છોળો ઉડી રહી છે. વરરાજા પણ પોતાની બાજુમાં બેઠેલી કન્યાની ખૂબસુરતી નિહાળીને ખૂબ જ ખુશ થઈ રહ્યો છે.

પાછળથી મહેમાને બૂમ પાડી આ અસલી દુલ્હન નથી

આ દરમિયાન પાછળથી કોઈ બોલતું સંભળાય છે કે, આ દુલ્હન અસલી નથી અને તેનો ચહેરો કંઈક અલગ લાગી રહ્યો છે. જે સાંભળીને દુલ્હા સહિત સૌ કોઈ ચોંકી ઉઠે છે. આ સમયે જ એક વ્યક્તિ આગળ આવે છે અને દુલ્હનના ચહેરા પર ચીમટો ભરે છે, તે સાથે જ નકાબ નીકળી જાય છે. આ સાથે જ દુલ્હનનો અસલી ચહેરો સામે આવે છે.

ડરામણી દૂલ્હન દેખી બાજુમાં બેઠેલો દુલ્હો ચીસ પાડીને ઉભો થઈ ગયો

સોશિયલ મીડિયાના વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે, દુલ્હનનો અસલી ચહેરો એટલો ડરામણો હોય છે કે, ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ચોંકી જાય છે. આ સમયે દુલ્હનની બાજુમાં બેઠેલા દુલ્હાનું રિએક્શન જોવા જેવું છે. દુલ્હનનો અસલી ચહેરો જોઈને તે ગભરાઈને તરત જ ચીસ પાડીને ઉભો થઈ જાય છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ atrang.vision દ્વારા શેર કરવામાં આવ્યો છે. જો કે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે, આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. આમ છતાં વીડિયો જોઈને પહેલી નજરે તો એવું જ લાગે કે, વરરાજા છેતરાઈ ગયો છે. વાયરલ વીડિયો પર યુઝર્સ તરેહ-તરેહની કૉમેન્ટો પણ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, AIનો અચાનક હુમલો. બીજા યુઝર્સે લખ્યું કે, પડદે મેં રહેને દો, પડદા ના ઉઠાવો.., એક યુઝર્સે લખ્યું કે, ડરાવની દુલ્હન