Loading...

Bride Video Viral: યોદ્ધાની માફક પોતાના જ લગ્નમાં ઘોડા પર સવાર થઈને દુલ્હનની શાહી એન્ટ્રી, લોકો બોલ્યા- 'આ તો સાક્ષાત રાણી લક્ષ્મીબાઈ'

પાનેતર પહેરીને ઘોડા પર બેઠેલી દુલ્હનનો દેશી સ્વેગ, મહેમાનો પણ જોતા રહી ગયા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 25 Feb 2026 05:38 PM (IST)Updated: Wed 25 Feb 2026 05:38 PM (IST)
bride-makes-royal-horse-entry-at-wedding-video-goes-viral-698462
HIGHLIGHTS
  • પરંપરાગત જાનને ટક્કર આપે તેવી કન્યાની ઢોલ-નગારા વચ્ચે રોયલ એન્ટ્રી

Bride Video Viral: હાલના દિવસોમાં ભારતમાં લગ્નનો ગાળો જામ્યો છે. આ અવસરે સોશિયલ મીડિયા પર વર અને કન્યાના અવનવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સૌથી વધુ આવા જ વીડિયો લોકોને પસંદ પડી રહ્યા છે, જે વર અને કન્યા સાથે સંકળાયેલા હોય. આ સિવાય એવા વીડિયો પણ લોકોને ખૂબ જ ગમે છે, જેમાં કન્યાની મંડપમાં પધરામણી થતી હોય.

આજકાલ લગ્નમાં કન્યાની એન્ટ્રી અનોખા અંદાજમાં કરવામાં આવી રહી છે. કન્યાની એન્ટ્રી લોકોને ખૂબ જ પસંદ પણ પડે છે. તાજેતરમાં જ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

'સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત'
આપણે મોટાભાગે જોતા હોઈએ છીએ કે, સામાન્ય રીતે વરરાજા જ ઘોડી પર સવાર થઈને જાન લઈને દુલ્હનના આંગણે પધારે છે. જો કે વાયરલ થઈ રહેલો વીડિયો કંઈક હટકે છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દુલ્હન પોતાના લગ્નમાં ઘોડા પર સવાર થઈને ધમાકેદાર એન્ટ્રી મારી રહી છે. આ દરમિયાન દુલ્હનનો આત્મવિશ્વાસ, શાહી અંદાજ અને લોકોના ચહેરા પરનું સ્મિત લોકોનું દિલ જીતી રહી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કન્યા પાનેતર પહેરીને ઘોડા પર સવાર થઈને મંડપમાં પ્રવેશે છે.

આ સમયે દુલ્હનની આસપાસ ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા છે. દુલ્હનની આ અનોખી એન્ટ્રીને ત્યાં ઉપસ્થિત મહેમાનો અને સબંધીઓ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરતાં જોવા મળી રહ્યા છે. દુલ્હનનો અનોખો અંદાજ કોઈ યોદ્ધાથી જરા પણ ઉતરતો નથી.

સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યા બાદ હજારો લોકો તેને લાઈક કરવા સાથે લોકોને શેર કરી રહ્યા છે. આ વીડિયોમાં યુઝર્સ કોમેન્ટમાં દુલ્હનને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સરખાવી રહ્યા છે.