OMG! આ ગામમાં હોળી રમવાની કોઈ ભૂલ નથી કરતું, કેમ 150 વર્ષોથી અહીં રંગોના તહેવાર પર છવાયેલો રહે છે સન્નાટો?

હોળી પ્રગટાવતી વખતે ભીષણ આગ ભભૂકી ઉઠતા ગામના અનેક ઘર સ્વાહા થઈ ગયા હતા. જે બાદ ખરહરી ગામમાં હોળીના તહેવારને લઈને ભગવાનનો શ્રાપ હોવાની માન્યતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Feb 2026 08:05 PM (IST)Updated: Sat, 28 Feb 2026 08:05 PM (IST)
omg-news-why-this-village-in-chhattisgarh-has-not-celebrated-holi-for-150-years
HIGHLIGHTS
  • છત્તીસગઢના કોરબા જિલ્લાના ખરહરી ગામમાં અનોખી પરંપરા

OMG: ગુજરાત સહિત સમગ્ર દેશમાં રંગોનો તહેવાર એટલે કે હોળીનો (Holi 2026) પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા પર રંગોની છોળો ઉડાડીને આનંદ વ્યક્ત કરે છે, પરંતુ આપણાં દેશમાં એક એવું ગામ પણ છે, જ્યાં છેલ્લા 150 વર્ષોથી હોળી નથી ઉજવવામાં આવી.

આ ગામમાં હોળી ના મનાવવા પાછળ એક આદ્યાત્મિક કારણ સંકળાયેલું છે. આજે અમે આપને આ ગામ વિશે વિગતવાર જણાવીશું કે, આપણા દેશમાં આવું ક્યું ગામ છે, જ્યાં હોળીનો પવિત્ર પર્વ મનાવવાની મનાઈ છે અને તેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

Ahmedabad: PM મોદીના હસ્તે સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો શુભારંભ, કહ્યું- 'માઈક્રોચિપ 21મી સદીનું રેગ્યુલેટર બનશે'

150 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત
છત્તીસગઢના કોરબા જિલ્લામાં આવેલા ખરહરી ગામમાં છેલ્લા 150 વર્ષથી હોળી ના ઉજવવાની અનોખી પરંપરા પ્રચલિત છે. ખરહરી ગામમાં હોળીના દિવસે ના તો હોળીનું દહન કરવામાં આવે છે અને ના તો લોકો રંગોની છોળો ઉડાવે છે. ગ્રામજનો સામાન્ય દિવસની જેમ જ હોળીનો દિવસ પર પસાર કરે છે.

ગામ પર ભગવાનનો શ્રાપ હોવાની માન્યતા
હકીકતમાં હોળી પ્રગટાવતી વખતે ગામમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અનેક ઘર બળીને રાખ થઈ ગઈ હતી. જેને લઈને ગ્રામજનોની માન્યતા છે કે, આ આગ ભગવાનનો કોઈ ચેતવણીસૂચક સંકેત કે શ્રાપ હતો. જે બાદ ગામમાં ક્યારેય હોળી નથી મનાવવામાં આવતી.

અન્ય એક ઘટના મુજબ, ખરહરી ગામનો એક વ્યક્તિ નજીકના ગામડામાં હોળી રમી રહ્યો હતો. જ્યાંથી તે પરત ફર્યો, ત્યારે તે અચાનક બીમાર પડ્યો હતો અને થોડા સમયમાં જ મોતને ભેટ્યો હતો. ગ્રામજનોએ આ ઘટના પાછળ પણ હોળીને જવાબદાર ઠેરવી હતી.

જણાવી દઈએ કે, નજીકના મડવારાની મંદિરના દેવીએ સપનામાં આવીને હોળી ના ઉજવવાનો સંદેશ આપ્યો હતો. એવામાં લોકોએ માતાજીનો હુકમ માનીને ક્યારેય હોળી નહી ઉજવવાનો સંકલ્પ લીધો. આ ગામમાં નાનપણથી જ બાળકોને પણ એવી વાર્તા કહેવામાં આવી રહી છે, જેથી તેઓ ક્યારેય હોળી ના રમે.