Loading...

લો બોલો..પગાર અધધ 1.3 કરોડ રૂપિયા સાથે રહેવું-ખાવું પણ એકદમ ફ્રી, છતાં યુવકને ગર્લફ્રેન્ડની ચિંતા; સોશિયલ મીડિયામાં માંગી સલાહ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિસર્ચરે પોતાની મુંઝવણ વ્યક્ત કરતાં લખ્યું કે, પગાર ભલે વધારે હોય, પરંતુ આ નોકરી તેના 3 વર્ષના સબંધો અને અંગત જીવનની પથારી ફેરવી શકે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 12 Dec 2025 05:51 PM (IST)Updated: Fri 12 Dec 2025 08:16 PM (IST)
man-gets-1-crore-job-offer-in-antarctica-debates-whether-to-accept-it-654352
HIGHLIGHTS
  • બર્ફીલા ખંડ પર મેકમુર્ડો સ્ટેશન પર તૈનાત કરીને ઊંચો પગાર ઑફર કરાયો
  • હું તો ઑફર સ્વીકારી જ લઉં, સંપત્તિ બે ગણી કરવાની આનાથી ઉમદા તક ના મળે

OMG Viral News: ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે, જ્યારે આગળ શું કરવું તે સમજવું મુશ્કેલ બની જાય છે. આજકાલ દરેક વ્યક્તિ સારા પગારવાળી નોકરી ઇચ્છે છે. કેટલીક નોકરીઓ પગારમાં અઢળક રૂપિયા પણ આપે છે, પરંતુ કામ પર જવાનો વિચાર આવતા જ મન પાછું પડવા લાગે છે.

કંઈક આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક વ્યક્તિએ પોસ્ટમાં પોતાની મુંઝવણ વ્યક્ત કરી છે. પર્યાવરણીય સંશોધનમાં કામ કરતા 29 વર્ષીય યુવકે સમજાવ્યું કે, તેને બર્ફીલા ખંડ પર મેકમુર્ડો સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે અને તેને ખૂબ ઊંચો પગાર મળશે.

જો કે આ ઑફરને સ્વીકારવી કે કેમ? તેને લઈને આ વ્યક્તિ કોઈ નિર્ણય નથી લઈ શકતો. આથી તેણે સોશિયલ મીડિયા પર સલાહ માંગી છે. તેણે જણાવ્યું કે, પગાર ભલે વધારે હોય, પરંતુ આ નોકરી તેના 3 વર્ષના સબંધો અને અંગત જીવનની પથારી ફેરવી શકે છે.

પોતાની પોસ્ટમાં વ્યક્તિએ લખ્યું છે કે, હું પર્યાવરણીય સંશોધનમાં કામ કરું છું. મારી કંપનીએ મને પૂછ્યું કે, શું હું છ મહિનાના સંશોધન કાર્ય માટે એન્ટાર્કટિકાના મેકમુર્ડો સ્ટેશન જવા માંગુ છું? આ સ્થળ પ્રમાણે પગાર ખરેખર ઘણો સારો છે. જેમ કે 6 મહિના માટે 1.3 કરોડ રૂપિયા ($145,000), જેમાં પગાર ઉપરાંત આવાસ, ભોજન સહિતના તમામ ખર્ચા પણ આવરી લેવામાં આવ્યા છે.

જો કે વ્યક્તિનું કહેવું છે કે, એન્ટાર્કટિકામાં રહેવાનો અર્થ કોઈ ખર્ચ નહીં હોય, પરંતુ મારી ગર્લફ્રેન્ડ મારા જવાથી સહેજ પણ ખુશ નથી. મારી ગર્લફ્રેન્ડ મને જરૂર સપોર્ટ કરે છે, પરંતુ મારા આટલા લાંબા સમય સુધી તે મારાથી દૂર રહેવા નથી માંગતી.

આ સાથે જ રિસર્ચરે ખુલાસો કર્યો છે કે, હાલમાં તેની કુલ સંપત્તિ રૂ.1.62 કરોડ રૂપિયા છે. હવે જો તે આ નોકરી સ્વીકારે તો તેની સંપત્તિમાં બે ગણો વધારો થઈ શકે છે. મારો પુરો પગાર બેંકમાં જ જમા રહેશે, કારણ કે મેં મારા અન્ય ખર્ચ માટે કેટલાક પૈસા પહેલાથી જ અલગ બચાવીને રાખ્યા છે. જો કે 6 મહિના સુધી એકલા રહેવું ખૂબ જ અઘરું છે.

હું તો ઑફર સ્વીકારી જ લઉં, સંપત્તિ બે ગણી કરવાની આનાથી ઉમદા તક ના મળે
આ લખાય છે, ત્યાં સુધી આ પોસ્ટને 7000થી વધુ અપવૉટ અને હજારો કોમેન્ટ મળી ચૂકી છે. અનેક યુઝર્સે રિસર્ચરને આ પ્રસ્તાવ સ્વીકારવાની સલાહ આપી છે. કેટલાક યુઝર્સે એન્ટાર્કટિકામાં સામનો કરવા પડતા પડકારો વિશે પણ અવગત કર્યા છે.

એક યુઝર્સે લખ્યું છે કે, હું તો આ ઑફર સ્વીકારી જ લઉં. માત્ર 6 મહિનામાં સંપતિ બે ગણી કરવાની આ એક ઉમદા તક છે. અન્ય એકે લખ્યું કે, હું ત્યાં કામ કરી ચૂક્યો છું. મેકમર્ડોમાં થોડા સમય કામ કર્યાં પછી કંટાળાજનક થઈ જાય છે. જો તમને મેકમુર્ડો છોડીને ક્ષેત્રમાં કામ કરવાની તક મળે, તો તે સૌથી અદ્ભુત અનુભવ છે અને હું તેનો ઉપયોગ કરીશ. જોકે તે ચોક્કસપણે તમારા સંબંધો પર તાણ લાવશે.LRD પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે