Loading...

Fuel Storage Rules: પેટ્રોલ અને ડીઝલની પણ હોય છે એક્સપાયરી ડેટ, ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો; નહીંતર વાહન ભંગાર થઈ જશે

આપણે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ દરરોજ કરતાં જ હોઈશું, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે, જે ફ્યુઅલ આજે આપણે ગાડીમાં નંખાવી રહ્યા છીએ, તે મહિના સુધી પડ્યુ રહે તો શું થાય?

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 27 Dec 2025 05:07 PM (IST)Updated: Sat 27 Dec 2025 05:07 PM (IST)
how-long-can-petrol-be-stored-in-car-tank-petrol-diesel-expiry-date-663089
HIGHLIGHTS
  • એક્સ્પાયરી ડેટ વીતી ગયા બાદ પેટ્રોલ-ડીઝલ વાપરવામાં આવે તો વાહનનું એન્જિન ખરાબ થઈ શકે છે

Fuel Storage Rules, Petrol Expiry Date: મોટાભાગે લોકો એવું માનતા હોય છે કે, જો એકવાર પોતાની કાર, બાઇક કે અન્ય કોઈ વાહનની ટાંકી ભરશે, તો વારંવાર પેટ્રોલ અને ડીઝલ ભરવાની ઝંઝટનો અંત આવશે. જો કે આ માન્યતા તમારી સમસ્યા વધારી શકે છે.

હા, જેમ રોજિંદા જીવનમાં વપરાતી ખાદ્ય ચીજો, મેકઅપ સહિતની અન્ય વસ્તુઓની એક્સપાયરી ડેટ હોય છે, તેવી જ રીતે તમારી કાર અને બાઇકમાં વપરાતા પેટ્રોલ અને ડીઝલની પણ એક્સપાયરી ડેટ હોય છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા વાહનની ટાંકી લાંબા ગાળા માટે ભરીને રાખો છો તો ચેતી જજો, નહીંતર તમારી તકલીફ વધી શકે છે.

જો તમારી પાસે પોતાનું વાહન હોય, તો તમારે તમારા વાહનની ટાંકી ભરતા પહેલા આ ખાસ બાબત જાણવી જ જોઈએ. તો ચાલો જાણીએ. છેવટે, તમે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કેટલા સમય સુધી કરી શકો છો અને તેમની એક્સપાયરી ડેટ કઈ હોય છે

પેટ્રોલની એક્સપાયરી ડેટ
પેટ્રોલ સામાન્ય રીતે એક વર્ષ સુધીની શેલ્ફ લાઇફ ધરાવે છે. જો કે, આ ફક્ત ત્યારે જ શક્ય છે, જો તેનો સીલબંધ કન્ટેનરમાં સંગ્રહ કરવામાં આવે. જો પેટ્રોલ હવાના સંપર્કમાં આવે તો, તેની શેલ્ફ લાઇફ ઘટીને ફક્ત 6 મહિના થઈ જાય છે.

હકીકતમાં હવાના સંપર્કમાં આવ્યા પછી પેટ્રોલના નાના ઘટકો બાષ્પીભવન થવા લાગે છે. તમને ખબર જ હશે કે, પેટ્રોલમાં ઇથેનોલ હોય છે, જે તેની ગુણવત્તા અને શેલ્ફ લાઇફ ઘટાડે છે.

આટલું જ નહીં, કારની ટાંકીમાં પેટ્રોલની સેલ્ફ લાઇફ ફક્ત એક મહિનાની હોય છે. આથી જો તમે તમારી ટાંકી ભરો છો અને નિયમિતપણે ઉપયોગ કર્યા વિના તમારા વાહનને પાર્ક કરીને રાખો છો, તો કારના અન્ય સ્પેરપાર્ટ્સને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.

ડીઝલને કેટલા સમય સુધી વાપરી શકાય?
જેવી રીતે પેટ્રોલની સેલ્ફ લાઈફ હોય છે, તેમ ડીઝલને પણ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાતું નથી. ડીઝલને લાંબા સમય સુધી સ્ટોર કરવાથી વાહનને નુકસાન થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. ડીઝલની પણ ચોક્કસ એક્સપાયરી ડેટ હોય છે. ડીઝલને 6 મહિનાથી એક વર્ષ સુધી જ સ્ટોર કરી શકાય છે. જો કે જ્યારે ડીઝલ હવા, સૂર્ય પ્રકાશ અને ભેજના સંપર્કમાં આવે, તો તેની આવરદા ઘટી જાય છે.