મમતા બેનર્જીના ગઢમાં ગાબડું, શત્રુઘ્ન સિંહા, સયાની ઘોષ અને યુસુફ પઠાણ સહિત 19 સાંસદો બળવાખોર હોવાનો દાવો

TMCના 19 સાંસદો બાગી થયા હોવાનો દાવો. શત્રુઘ્ન સિંહા અને યુસુફ પઠાણના નામ સામે આવતા મમતા બેનર્જી મુશ્કેલીમાં. જાણો સંપૂર્ણ વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 10 Jun 2026 07:31 PM (IST)Updated: Wed, 10 Jun 2026 07:31 PM (IST)
west-bengal-politics-major-earthquake-in-mamata-banerjees-party-19-mps-on-the-verge-of-rebellion

West Bengal Politics: પશ્ચિમ બંગાળના રાજકીય આકાશમાં અત્યારે ગંભીર વાદળો ઘેરાઈ રહ્યા છે. રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. તાજેતરના અહેવાલો અને આંતરિક સૂત્રોના મતે, મમતા બેનર્જીની પાર્ટીમાં આંતરિક અસંતોષ હવે એક મોટા રાજકીય વિસ્ફોટમાં બદલાઈ ગયો છે. આ કટોકટી વચ્ચે હવે સૌથી ચોંકાવનારો દાવો સામે આવ્યો છે કે પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને સાંસદો બળવાના માર્ગે છે.

19 સાંસદોનું જૂથ અલગ થવાના આરે?

રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે TMCના લગભગ 19 સાંસદોએ બાગી જૂથનો હાથ પકડ્યો છે. આ સૂચિમાં માત્ર સામાન્ય નેતાઓ જ નહીં, પરંતુ મમતા બેનર્જીના નજીકના ગણાતા ચહેરાઓનો પણ સમાવેશ થાય છે.

શત્રુઘ્ન સિંહા અને યુસુફ પઠાણનું નામ સામે આવતા ખળભળાટ

આ બળવાખોર સાંસદોની યાદીમાં બોલિવૂડ સ્ટાર અને આસનસોલના સાંસદ શત્રુઘ્ન સિંહા અને બહેરામપુરના સાંસદ તથા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું નામ સામે આવતા સમગ્ર રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આ ઉપરાંત, જાદવપુરથી સાંસદ સયાની ઘોષ પણ આ યાદીમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે મમતા બેનર્જી માટે મોટો આંચકો માનવામાં આવે છે.

કોણ-કોણ છે બાગીઓની યાદીમાં?

સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, જે 19 સાંસદોના નામ બાગી જૂથ સાથે જોડાઈ રહ્યા છે તેમાં મુખ્યત્વે:

  • શત્રુઘ્ન સિન્હા (આસનસોલ)
  • કાકોલી ઘોષ દસ્તીદાર (બારાસત)
  • જગદીશ ચંદ્ર બસુનિયા (કૂચ બિહાર)
  • ખલીલુર રહેમાન (જાંગીપુર)
  • યુસુફ પઠાણ (બહેરામપુર)
  • અબુ તાહિર ખાન (મુર્શિદાબાદ)
  • પાર્થ ભૌમિક (બેરકપુર)
  • બાપી હલદર (મથુરાપુર)
  • સયાની ઘોષ (જાદવપુર)
  • માલા રોય (કોલકાતા દક્ષિણ)
  • મિતાલી બેગ (આરામબાગ)
  • દીપક અધિકારી/દેવ (ઘાટલ)
  • કાલીપદા સોરેન (ઝારગ્રામ)
  • જૂન માલિયા (મેદિનીપુર)
  • અરૂપ ચક્રવર્તી (બાંકુરા)
  • શર્મિલા સરકાર (બર્ધમાન પૂર્વ)
  • અસિત કુમાર માલ (બોલપુર)
  • શતાબ્દી રોય (બીરભૂમ)
  • રચના બેનર્જી (હુગલી)

મમતા બેનર્જી સામે અસ્તિત્વનું સંકટ

પશ્ચિમ બંગાળમાં આ ઘટનાક્રમ મહારાષ્ટ્રમાં બનેલી રાજકીય ઘટનાઓની યાદ અપાવે છે. નિષ્ણાતોના મતે, જો આ 19 સાંસદો ખરેખર બળવો કરે છે, તો TMC માટે પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન બચાવવું પણ મુશ્કેલ બની શકે છે. મમતા બેનર્જી માટે આ વર્તમાન સમય તેમના રાજકીય જીવનના સૌથી કપરા સમયગાળામાંથી એક માનવામાં આવે છે.