PM Modi Address Nation: મહિલા અનામત મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે આ મુદ્દાને મજબૂતપણે રજૂ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં મહિલા સશક્તિકરણ, તેમની રાજકીય ભાગીદારી અને વિપક્ષનું મહિલા અનામત બિલનું સમર્થન નહીં કરવાનો ઉલ્લેખ કર્યો હતો.PM મોદીએ કહ્યું કે યોગ્ય સમયની રાહ જુઓ, અડધી વસ્તીને તેમનો હક્ક અપાવવાનો ચોક્કસ પૂરો થશે.
By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat 18 Apr 2026 08:22 PM (IST)Updated: Sat 18 Apr 2026 09:05 PM (IST)

18 Apr 2026, 09:05 PMઅમારું મનોબળ ખૂબ મજબૂત છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની નારી શક્તિને ખાતરી આપું છું કે વિરોધમાં આવનાર તમામ અવરોધોનો અંત લાવશું. કઈકાલ સુધી અમારી પાસે સંખ્યાબળ ન હતું, પણ તેનો અર્થ એવો નથી કે અમે હારી ગયા છીએ. અમારું આત્મબળ અજેય છે. અમારી પાસે આગળ પણ વધુ તકો આવશે.
18 Apr 2026, 08:57 PMકોંગ્રેસે હંમેશા દેશના વિકાસલક્ષી કાર્યોનો વિરોધ કર્યો છે
આજે દેશની સામે જે પણ મોટા પડકારો છે તે કોંગ્રેસની ઊપજ છે, કોંગ્રેસની એન્ટી-રિફોર્મ્સની માનસીકતાને લીધે. તે સતત નકારાત્કતા ધરાવે છે.
18 Apr 2026, 08:54 PMદેશ જે કામમાં મજબૂત થાય છે તેનો પૂરી શક્તિથી કોંગ્રેસ વિરોધ કરે છે
ઈતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે હંમેશા નકારાત્મક માર્ગ પસંદ કર્યો છે. જે કાર્યો દેશ માટે જરૂરી હોય છે, તેને કોંગ્રેસ કાર્પેટ નીચે નાંખી દે છે. તેની આ નીતિને લીધે ભારત વિકાસની તે ઊંચાઈ સુધી પહોંચી શક્યો નથી કે જેના માટે દેશ હક્કદાર છે.
18 Apr 2026, 08:48 PMકોંગ્રેસ, SP અને TMC પર આકરો પ્રહાર
PM મોદીએ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC પર હુમલા કરતા કહ્યું તેઓ મહિલાઓને આગળ વધવા દેવા ઈચ્છતી નથી. જો મહિલાઓ આગળ આવશે તો વિપક્ષનું પારિવારીક રાજકીય કલ્ચર સંકટમાં આવી જશે.
18 Apr 2026, 08:38 PMનારી શક્તિ સુધારો કોઈની પાસે કંઈ છીનવાનું ન હતું
નારી શક્તિ સુધારા બિલથી 40 વર્ષથી અટકેલા સુધારાને પસાર કરી દેશની મહિલાઓને નવી તક આપવા, નવી ઉડ્ડાન આપવા, તેની સામે અવરોધ દૂર કરવાનો મહાયજ્ઞ હતો.
18 Apr 2026, 08:35 PMવિપક્ષે નારી શક્તિનું અપમાન કર્યું
વિપક્ષ નારી શક્તિ માટેના વિધેયકને અટકાવી મેજ થપથપાવી ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. નારી બધુ જ ભૂલી જાય છે પણ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી.
18 Apr 2026, 08:32 PMPM Modi Address Nation Live: આજે હું દેશની માતા-દિકરીઓ અંગે વાત કરવા માટે આવ્યો છું- PM મોદી
પીએમ મોદીએ કહ્યું અમારા માટે દેશ હિત સર્વોપરી છે
18 Apr 2026, 08:22 PMહજુ સ્પષ્ટ નથી કે PM મોદી કયા મુદ્દે વાત કરશે
પ્રધાનમંત્રી મોદી આજે શું બોલશે તે હજુ સ્પષ્ટ નથી. મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ પર ભાજપની આગેવાની હેઠળની સરકારને આંચકો લાગ્યા બાદ આ સંબોધન કરવામાં આવ્યું છે.