Confirm Train Ticket: આટલા વેઇટિંગ પર મળી જશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! રેલવેએ કરી દીધો ખુલાસો

How to Confirm Train Ticket: ભારતમાં સામાન્ય જનતા માટે રેલવે ખૂબ જ મહત્વનું પરિવહનનું સાધન છે. ભારતીય રેલવે દેશના દરેક ખૂણે અને એક શહેરથી બીજા શહેર સાથે જોડવા માટે ટ્રેન ચલાવે છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 18 Dec 2024 12:55 PM (IST)Updated: Wed, 18 Dec 2024 12:55 PM (IST)
indian-railway-waiting-tickets-how-to-confirm-your-ticket-know-the-formula-here

How to Confirm Train Ticket: ભારતમાં સામાન્ય જનતા માટે રેલવે ખૂબ જ મહત્વનું પરિવહનનું સાધન છે. ભારતીય રેલવે દેશના દરેક ખૂણે અને એક શહેરથી બીજા શહેર સાથે જોડવા માટે ટ્રેન ચલાવે છે. લોકો ટ્રેનમાં જનરલ કોચથી લઈને એસી ક્લાસમાં મુસાફરી કરે છે. જો કે, તહેવારોની સિઝન દરમિયાન ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ વધી જાય છે. જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે રેલવે દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં કેટલા નંબર સુધી વેઈટિંગ ટિકિટ મળી શકે છે તેની જાણકારી છે. જાણો.

રેલવેએ વેઈટિંગ કન્ફર્મેશન માટે જાહેર કર્યું છે કે, કયા નંબરની પુષ્ટિ કરી શકાય છે અને પુષ્ટિ માટેની ફોર્મ્યુલા શું છે. જણાવી દઈએ કે, વેઈટિંગ ટિકિટ બે રીત કન્ફર્મ થાય છે, એક સામાન્ય રીતે અને બીજી રેલવેના ઈમરજન્સી ક્વોટા દ્વારા.

ટ્રેન ટિકિટ કરાવ્યા બાદ એવરેજ 21 ટકા લોકો તેની ટિકિટ કેન્સલ કરાવી દે છે. આ રીતે કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના 21 ટકા છે. એટલે કે, એક સ્લીપર કોચમાં 71 સીટમાંથી એવરેજ 14 સીટ કન્ફર્મ થવાની સંભાવના છે. આ સાથે જ 4 થી 5 ટકા લોકો ટિકિટ કરાવ્યા પછી ટ્રેનમાં મુસાફરી કરતા નથી. જો તેને પણ ગણીએ તો ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના 25 ટકા થઈ જાય છે, એટલે કે એક કોચમાં 18 સીટ કન્ફર્મ થઈ શકે છે.

આ રીતે જોઈએ તો, એક ટ્રેનમાં 10 સ્લીપર કોચ હોવા પર 18-18 બેઠક એટલે કે કુલ 180 સીટી કન્ફર્મ થઈ શકે છે. આ સિવાય રેલવે પાસે ઈમરજન્સી ક્વોટા દ્વારા 10 ટકા સીટો આરક્ષિત હોય છે. જેમાં સ્લીપર, થર્ડ એસી, સેકેન્ડ એસી અને ફર્સ્ટ એસીના નંબર અલગ હોય છે. આ ક્વોટા હેઠળ રેલવે બીમાર અને જરૂરિયાતમંદ લોકોને ટિકિટ આપી શકે છે. જો ક્વોટામાંથી સીટ ખાલી રહી જાય તો તે વેઈટિંગ લિસ્ટ ધરાવતા મુસાફરો માટે ફાળવવામાં આવે છે.