Loading...

Earthquake In India: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ધરતી ધણધણી ઉઠી, ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ, ડોડા, કુપવાડા અને શ્રીનગરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા, કોઈ જાનહાનિ નહીં.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 03 Apr 2026 10:28 PM (IST)Updated: Fri 03 Apr 2026 10:28 PM (IST)
earthquake-in-india-5-9-magnitude-quake-shakes-delhi-ncr-tremors-felt-across-north-india-721160
HIGHLIGHTS
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9ની માપવામાં આવી
  • 30 થી 35 સેકન્ડ સુધી ધ્રુજારી ઉઠતા લોકો ભયના ઓથારમાં

Earthquake In India: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના હિન્દુકુશની પર્વતમાળામાં નોંધાયું છે.

હકીકતમાં આજે દિલ્હી-NCR ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશના નોઈડામાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા હતા. સામાન્ય આંચકાના કારણે લગભગ 30 થી 35 સેકન્ડ સુધી ધરતી ધણધણી ઉઠી હતી. જેના પગલે ઘણી જગ્યાએ લોકો ગભરાટમાં ઘરની બહાર દોડી આવ્યા હતા.

રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.9ની માપવામાં આવી છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનના સરહદી વિસ્તારમાં આવેલી હિન્દુકુશની પર્તવમાળામાં 175 કિમીની ઉંડાઈએ નોંધાયું છે.

આ ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ, ડોડા અને કુપવાડા જિલ્લામાં પણ અનુભવાયા હતા. ખાસ કરીને શ્રીનગરમાં ભૂકંપના કારણે છત પર રહેલ ઝુમ્મર તેમજ પંખા પણ હલવા માંડ્યા હતા. જો કે આ ભૂકંપમાં કોઈ જાનમાલની હાનિ નથી થઈ.