Loading...

Weather Forecast: દેશમાં એક સાથે 6 સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી, ભારે વર્ષાની ચેતવણી

ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર ઓડિશા, પૂર્વોત્તર બાંગ્લાદેશ, પૂર્વોત્તર આસામ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકની ઉપર તેમ વિવિધ લેવલ પર આ ચક્રવાતી સર્ક્યુલેશન સર્જાયેલ છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 29 Mar 2026 11:18 PM (IST)Updated: Mon 30 Mar 2026 12:46 PM (IST)
cyclonic-circulation-activates-meteorological-department-imd-predicts-heavy-rains-across-the-country-including-gujarat-717833

Heavy Rain Alert: દેશના વિવિધ ભાગોમાં અનેક સાઈક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય થઈ ગઈ છે. તેને લીધે આગામી કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં હવામાનમાં મોટા ફેરફારો આવશે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર ઓડિશા, પૂર્વોત્તર બાંગ્લાદેશ, પૂર્વોત્તર આસામ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકની ઉપર તેમ વિવિધ લેવલ પર આ ચક્રવાતી સર્ક્યુલેશન સર્જાયેલ છે.

આ ઉપરાંત 2 એપ્રિલથી એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) પણ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરશે. આ તમામ સિસ્ટમની અસરથી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસા, આંધી-તોફાન અને વીજળી પડવાની શક્યતા છે.

પશ્ચિમ ભારતમાં, મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ગુજરાતમાં 29 માર્ચથી 2 એપ્રિલ સુધી વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. કોંકણ અને ગોવામાં પણ વીજળી પડવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં 29 માર્ચથી 2 એપ્રિલ સુધી વરસાદ, વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, વિદર્ભ અને મરાઠવાડા સહિત અનેક વિસ્તારોમાં કરા પડવા(Hailstorm Alert)ની પણ શક્યતા છે. તાપમાનમાં પણ ફેરફાર થશે. ઉત્તરપશ્ચિમ ભારતમાં 30 માર્ચ સુધીમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે ત્યારબાદ 2 એપ્રિલ સુધીમાં 3-5 ડિગ્રીનો વધારો થવાની ધારણા છે.

પૂર્વ ભારતમાં 2 એપ્રિલ સુધીમાં તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો થવાની ધારણા છે. 1 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. માછીમારોને 29 માર્ચથી 3 એપ્રિલ સુધી બંગાળની ખાડી અને અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

ઉત્તર પશ્ચિમ ભારતમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 29-30 માર્ચ અને 2-4 એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે હળવો થી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 29-31 માર્ચ દરમિયાન 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને પવન ફૂંકાય તેવી સંભાવના છે. 30 માર્ચે કાશ્મીર ખીણમાં ભારે વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.