Kharge Controversy:કોંગ્રેસના દિગ્ગજ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં એક ચૂંટણી સભા સમયે એક નિવેદન આપીને રાજકીય વિવાદ સર્જ્યો છે. તેમણે ગુજરાતના લોકોને 'અશિક્ષિત' ગણાવી કહ્યું કે ત્યાના લોકોને નરેન્દ્ર મોદી સરળતાથી ગેરમાર્ગે દોરી શકે છે, પણ કેરળના લોકો 'વધારે સમજદાર અને શિક્ષિત' છે. માટે તેમને કોઈ ભ્રમિત કરી શકતા નથી.
ભાજપે રવિવારે કેરળમાં યોજાયેલ ચૂંટણી સભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની આકરી ટીકા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખડગે કેરળ વિધાનસભા ચૂંટણી પ્રકાર અંતર્ગત ઈડુક્કી જિલ્લામાં યોજાયેલ એક જનસભાને સંબોધિત કરતાં ટિપ્પણી કરી હતી કે રાજ્યના લોકો 'શિક્ષિત અને ચતુર' છે અને તેમણે ગુજરાત તથા અન્ય સ્થાનોના લોકોથી વિપરીત ગેરમાર્ગે દોરી શકતા નથી.
कांग्रेस के राष्ट्रीय अध्यक्ष श्री @kharge जी द्वारा गुजरातियों को 'निरक्षर' और 'मूर्ख' कहना केवल 6 करोड़ गुजरातवासियों का ही नहीं, बल्कि इस पुण्य भूमि के महान सपूत महात्मा गांधी और सरदार पटेल का भी घोर अपमान है।
— Jagdish Vishwakarma (@iJagdishBJP) April 5, 2026
गुजरात की अस्मिता पर प्रश्न उठाने वाली @INCIndia को यह याद रखना… pic.twitter.com/LSV72SnWnj
કેરળના લોકોને ભ્રમિત ન કરશો. તે ખૂબ જ સમજદાર અને શિક્ષિત છે. મોદી જી, વિજય (મુખ્યમંત્રી પિનરાઈ વિજયન), તમે બન્ને ગુજરાત અથવા અન્ય જગ્યાના 'અશિક્ષિત'ને મુર્ખ બનાવી શકે છે. પણ કેરળના લોકોને મુર્ખ બનાવી શકે નહીં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી પ્રતિક્રિયા
દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકો અંગે જે નિવેદન આપવામાં આવ્યું છે તે અત્યત વાંધાજનક અને કમનસીબ છે. આ પ્રકારની ટિપ્પણીથી 6 કરોડ ગુજરાતવાસીઓનું અપમાન છે તેમ જ મહાત્મા ગાંધી તથા સરદાર પટેલની પાવન ધરતીની ગરીમાને ઠેસ પહોંચાડે છે.
कांग्रेस के राष्ट्रीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी द्वारा गुजरात के लोगों के संदर्भ में दिए गए बयान अत्यंत आपत्तिजनक और दुर्भाग्यपूर्ण हैं।
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 5, 2026
इस प्रकार की टिप्पणी न केवल 6 करोड़ गुजरातवासियों का अपमान है, बल्कि महात्मा गांधी और सरदार पटेल की पावन धरती की गरिमा को भी ठेस…
ગુજરાત હંમેશા રાષ્ટ્ર નિર્માણ, વિકાસ તથા એકતામાં અગ્રણી ભૂમિકા ભજવે છે અને આગામી સમયમાં પણ યોગદાન આપતું રહેશે. આ પ્રકારનું નિવેદન એ કોંગ્રેસના સંકુચિત વિચારને દર્શાવે છે.
આ પ્રકારની ટીપ્પણી સ્પષ્ટ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસ રાજનીતિ તથા તેના વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ કેટલી અસહજ અને અસુરક્ષાનો અહેસાસ કરી રહ છે.
જગદીશ વિશ્વકર્માએ પણ આકરી ટીકા કરી
કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ પ્રત્યેના બફાટ સામે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું કે તેમણે ગુજરાતમાં રહેતા લોકો ઉપરાંત દેશ વિદેશમાં રહેતા ગુજરાતી લોકોનું અપમાન છે. ગુજરાતની સાણી અને સમજુ જનતા છેલ્લા 27-27 વર્ષથી ગુજરાતની તિજોરી પર કોંગ્રેસનો કાળો પંજો પડવા દીધો નથી. તેમણે કોંગ્રેસને આ નિવેદનને લઈ માફી માંગવા કહ્યુ છે. કોંગ્રેસ માંફી નહીં માગો તો ગુજરાતની પ્રજા કરારો જવાબ આપશે.
