CBSE Result 2026 Release Date: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ના ધોરણ-10 ના પરિણામો એપ્રિલ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ જાય તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે આ પરિણામો જાહેર થયા બાદ તમામ વિદ્યાર્થીઓ, CBSE ની અધિકૃત વેબસાઈટ cbse.gov.in અને results.cbse.nic.in પર તેમના પરિણામો જોઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે CBSE ધોરણ-10 પરિણામો 13 મેના રોજ જાહેર થયા હતા.
વિદ્યાર્થીઓ તેમના ધોરણ-10નો સ્કોરબોર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે. આ માટે અધિકૃત વેબસાઈટ પર જઈને ધોરણ-10 સ્કોરકાર્ડ (Class 10 Scorecard) લિંક પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ તેમનો રજિસ્ટ્રેશન નંબર, રોલ નંબર અથવા જન્મતારીખની વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ તેમનો સ્કોરકાર્ડ સ્ક્રીન પર જોવા મળશે. જેને તે ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી શકાય છે.
આ રીતે ડાઉનલોડ કરો CBSE ધોરણ-10 સ્કોરકાર્ડ
Step 1: cbse.gov.in અથવા results.cbse.nic.in પર જાઓ
Step 2: CBSE Class 10 scorecard PDF લિંક પર ક્લિક કરો
Step 3: રજિસ્ટ્રેશન નંબર, રોલ નંબર અને Date Of Birth નોંધાવો
Step 4: સ્કોરક્ડ ડાઉનલોડ કરો અને ભવિષ્યની જરૂરિયાત માટે પ્રિન્ટઆઉટ પણ મેળવો
છેલ્લા 10 વર્ષમાં CBSE ધોરણ-10 પરિણામ જાહેર થયાની તારીખો
- 2025 – 13 મે
- 2024 – 13 મે
- 2023 – 12 મે
- 2022 – 22 જુલાઈ
- 2021 – 3 ઓગસ્ટ
- 2020 – 15 જુલાઈ
- 2019 – 6 મે
- 2018 – 29 મે
- 2017 – 3 જૂન
- 2016 – 28 મે
- 2015 – 28 મે
- 2014 – 20 મે
CBSE ધોરણ-12 ના પરિણામો ક્યારે જાહેર થશે
અગાઉના વર્ષોના ટ્રેંડ પ્રમાણે CBSE ધોરણ-12ના પરિણામો 20 મેની આજુબાજુ જાહેર થઈ શકે છે. સામાન્ય રીતે Exam પૂરી થયાના 40-41 દિવસમાં રિઝલ્ટ જાહેર થઈ જતા હોય છે. આ વર્ષ ધોરણ-12 પરીક્ષા 10 એપ્રિલના રોજ પૂરી થઈ છે.
પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થી cbse.gov.in અને results.cbse.nic.in પર જઈને પરિણામ ડાઉનલોડ કરી શકશે. પરિણામ જોવા માટે આ પ્રક્રિયા ધોરણ 10 ની જેમ જ હશે. લોગ ઈન ક્રેડેન્શિયલ્સ ભરીને તમે સ્કોરકાર્ડ PDF ડાઉનલોડ કરી શકાશ છે. અને વધુ માહિતી માટે વિદ્યાર્થી CBSE ની અધિકૃત વેબસાઈટ www.cbse.gov.in પર મુલાકાત લઈ શકે છે.
