Loading...

AAP And BJP: AAPનો ભાજપ પર આરોપ; અશોક મિત્તલના ઘરે EDના દરોડા અને રાઘવ ચઢ્ઢાની Z+ સિક્યોરિટી ગુપ્ત બેઠકનો જ પ્લાન

Enforcement Directorate(ED)ની કાર્યવાહી તથા રાઘવ ચઢ્ઢાને લઈ કરવામાં આવેલા એક મહત્વના નિર્ણયએ રાજકીય વાતાવરણને ઉગ્ર બનાવી દીધુ છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 15 Apr 2026 06:48 PM (IST)Updated: Wed 15 Apr 2026 06:48 PM (IST)
aap-alleges-raghav-chadha-bjp-secret-meeting-amid-ed-raid-728606

AAP And BJP:દિલ્હીના રાજકારણમાં રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે સતત અથડામણ વધુ તેજ બની ગઈ છે. બન્ને વચ્ચેના આ સંઘર્ષના કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી(BJP) છે.

Enforcement Directorate(ED)ની કાર્યવાહી તથા રાઘવ ચઢ્ઢાને લઈ કરવામાં આવેલા એક મહત્વના નિર્ણયએ રાજકીય વાતાવરણને ઉગ્ર બનાવી દીધુ છે. આ સાથે જ આરોપ-પ્રત્યારોપનો તબક્કો શરૂ થઈ ગયો છે.

રાઘવ ચઢ્ઢા અને ભાજપની સીક્રેટ મીટિંગ
આ એવો પહેલો કેસ છે કે જ્યાં રાજ્ય સભામાં આમ આદમી પાર્ટીના ડેપ્યુટી લીડર અશોક મિત્તલના નિવાસ સ્થાન પર EDના દરોડા પડ્યાં છે. AAP દ્વારા આ દરોડાને રાજકીય ષડયંત્ર ગણાવવામાં આવ્યું છે.

આમ આદમીના મુખ્ય પ્રવક્તા Priyanke Kakkar તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે કે રાજનીતિમાં કોઈ જ બાબત સંયોગથી નથી થતી. તેમણે દાવો કર્યો કે Raghav Chadhaએ તાજેતરમાં જ ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી હતી.

કક્કડના મતે તે બેઠકમાં બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. પહેલો નિર્ણય રાઘવ ચઢ્ઢાને Z+ સિક્યોરિટી આપવાનો હતો, જ્યારે બીજો નિર્ણય અશોક મિત્તલ સામે EDના દરોડા માટે હતો.

AAP દ્વારા બદલાની કાર્યવાહી ગણાવી
તેમનું કહેવું છે કે મિત્તલને તાજેતરમાં જ રાજ્યસભામાં ડેપ્યુટી લીડરની જવાબદારી સોંપવામાં આવી હતી અને રાઘવ ચઢ્ઢાને ટાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને પગલે વ્યાપક પ્રમાણમાં રાજકીય મોરચે ઉકળાટ જોવા મળ્યો હતો.અલબત ભાજપ તરફથી આરોપો અંગે કોઈ અધિકૃત પ્રતિક્રિયા આપવામાં આવી નથી.