Valentine Week 2026 travel: ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો. 7 ફેબ્રુઆરીથી શરૂ થતું 'વેલેન્ટાઇન વીક' દરેક કપલ માટે ખાસ હોય છે. આ દિવસો માત્ર ગુલાબ, ચોકલેટ કે ટેડી બિયર સુધી સીમિત નથી, પરંતુ તે એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો અને જીવનભરની યાદો બનાવવાનો અવસર છે. જો તમે પણ આ વર્ષે તમારા પાર્ટનરને કંઈક ખાસ સરપ્રાઈઝ આપવા માંગતા હોવ, તો ભારતના આ 5 સ્થળો તમારા માટે સ્વર્ગ સમાન સાબિત થશે.
મનાલી, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ હંમેશા પ્રેમી પંખીડાઓની પહેલી પસંદ રહ્યું છે. શિમલા કે મસૂરીના બદલે આ વખતે મનાલીની મુલાકાત લો. ફેબ્રુઆરીમાં અહીં ચારેબાજુ ફેલાયેલી બરફની સફેદ ચાદર અને પહાડોની ઠંડક વાતાવરણને અત્યંત રોમેન્ટિક બનાવે છે. અહીં તમે હિમવર્ષાનો આનંદ માણવાની સાથે હૂંફાળી કેફેમાં સમય વિતાવી શકો છો.
કુર્ગ, કર્ણાટક
જો તમને પ્રકૃતિના ખોળે રહેવું ગમતું હોય, તો કર્ણાટકનું કુર્ગ શ્રેષ્ઠ છે. કોફીના બગીચા, ધુમ્મસથી ઘેરાયેલા પહાડો અને શાંત વાતાવરણને કારણે તેને 'ભારતનું સ્કોટલેન્ડ' કહેવામાં આવે છે. અહીંની હરિયાળીમાં તમારા પાર્ટનરનો હાથ પકડીને ફરવું એ એક અદભૂત અનુભવ હશે.
ઝીરો વેલી, અરુણાચલ પ્રદેશ
ભીડભાડથી દૂર જો તમે એકાંત અને શાંતિ શોધતા હોવ, તો અરુણાચલ પ્રદેશની ઝીરો વેલી બેસ્ટ વિકલ્પ છે. આ સ્થળ તેની અનોખી સંસ્કૃતિ અને પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. વેલેન્ટાઇન વીકને ખાસ બનાવવા માટે આ એક અનોખું અને ઓફ-બીટ ડેસ્ટિનેશન છે.
અલ્મોરા, ઉત્તરાખંડ
ઉત્તરાખંડનું અલ્મોરા તેની પ્રાકૃતિક સુંદરતા અને હિમાલયના મનમોહક દ્રશ્યો માટે પ્રખ્યાત છે. ખાસ કરીને દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે આ સ્થળ ખૂબ નજીક અને સુલભ છે. અહીંની શાંતિ અને પહાડી લહેરો તમારા સંબંધોમાં નવી તાજગી ભરી દેશે.
વાયનાડ, કેરળ
કેરળના વાયનાડમાં પશ્ચિમ ઘાટની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. અહીંના બેકવોટર્સ, ગાઢ જંગલો અને મનમોહક ધોધ તમારી ટ્રિપને જાદુઈ બનાવી દેશે. રોમેન્ટિક સ્ટે માટે અહીંના રિસોર્ટ્સ દુનિયાભરમાં જાણીતા છે.
વેલેન્ટાઇન વીક દરમિયાન પ્રવાસન સ્થળો પર ભારે ધસારો રહે છે અને હોટલના ભાવમાં પણ વધારો થાય છે. તેથી, તમારી સફરને ખિસ્સા પર ભારે ન પડવા દેવી હોય તો આજે જ બુકિંગ કરાવી લેવું હિતાવહ છે.
