Statue of Unity Visit: આ વેકેશનમાં પરિવાર સાથે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ફરવાનો તૈયાર કરો પ્લાન, આ ખાસ માહિતી જાણો

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે તમારે અમદાવાદથી એકતાનગરની ટ્રેન બુક કરાવવી પડશે. ટ્રેન એકતાનગર રેલવે સ્ટેશન ઉતારશે.આ ટ્રેનનું નામ જન શતાબ્દી એક્સપ્રેસ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 25 May 2026 05:41 PM (IST)Updated: Mon, 25 May 2026 05:41 PM (IST)
make-a-plan-to-visit-the-statue-of-unity-with-your-family-this-vacation-know-this-special-information

Visit Near Statue of Unity:ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને લોખંડી પુરુષ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ગુજરાતમાં આવેલ છે. આ પ્રતિમાની ઊંચાઈ 182 મીટર જેટલી છે અને તે નર્મદા જિલ્લામાં નર્મદા નદી પર નિર્માણ કરવામાં આવેલ સરદાર સરોવર બંધ નજીક સાધુ બેટ પર છે. અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ફક્ત ગુજરાત જ નહીં પણ પણ સમગ્ર વિશ્વમાં જોવાલાયક અને ફરવાલાયક સ્થળ તરીકે ખ્યાતિ ધરાવે છે.

કેવી રીતે જઈ શકાય

ટ્રેન મારફતે કેવી રીતે જઈ શકાય છે

Ahmedabad to Statue of Unity Train (અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ટ્રેન)
અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે તમારે અમદાવાદથી એકતાનગરની ટ્રેન બુક કરાવવી પડશે. ટ્રેન એકતાનગર રેલવે સ્ટેશન ઉતારશે.આ ટ્રેનનું નામ જન શતાબ્દી એક્સપ્રેસ છે.જેમાં તમારે ટિકિટ બુકિંગ કરાવવાની રહેશે.

Ahmedabad to Statue of Unity Train Time

અમદાવાદથી રોજ એક જ ટ્રેન એકતાનગરની (કેવડિયા) હોય છે.ટ્રેન સવારે 7.55 વાગ્યે અમદાવાદ કાલુપુર કે મણિનગર રેલવે સ્ટેશનથી મળી જશે. જે વડોદરા, આણંદ,નડિયાદ થઈને તમને 10.50 એકતાનગર પહોંચાડી દેશે.

Ahmedabad to Statue of Unity Train Time

અમદાવાદથી રોજ માત્ર એક જ ટ્રેન એકતાનગરની (કેવડિયા) હોય છે.ટ્રેન સવારે 7.55 વાગ્યે અમદાવાદ કાલુપુર કે મણિનગર રેલવે સ્ટેશનથી મળી જશે. જે વડોદરા,આણંદ, નડિયાદ થઈને તમને 10.50 એકતાનગર પહોંચાડી દેશે.

Ahmedabad to Statue of Unity Train Price

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે જન શતાબ્દી એક્સપ્રેસમાં સિટિંગ બેઠકની ટિકિટની કિંમત 120 રુપિયા છે. જો તમે તત્કાલમાં બુકિંગ કરાવશો તો 130 રુપિયા ચુકવવા પડશે. આ સિવાય તમે ચેર કેબિનની ટિકિટ પણ કરાવી શકો છો જેની કિંમત 525 રુપિયા છે. Ahmedabad to Statue of Unity Train Booking ટિકિટ બુકિંગ કરાવવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરાવી શકો છો. ઓફલાઈન માટે તમારે રેલ્વે સ્ટેશન પર જઈને બુકિંગ કરાવવું પડશે. ઓનલાઈન બુકિંગ તમે IRCTC પર જઈને કરાવી શકો છો.

બસ રુટથી કેવી રીતે જઈ શકાય

અમદાવાદના નહેરુનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની સીધી બસ સવારના 5.50 વાગ્યાની છે. જે તમને સવારના 10 વાગ્યે પહોંચાડી દેશે. આ બસની ટિકિટ 363 રૂપિયા છે. ત્યાંથી નહેરુનગર પરત ફરવા માટેની બસ સાંજે 4.30ની છે. જે તમને રાતના 8.40ની આસપાસ નહેરું નગર પહોચાડી દેશે. જો તમે ગીતા મંદિરથી જવાનું વિચારી રહ્યા હોય તો સવારે 6.15 વાગ્યે, સવારે 6.25 વાગ્યે, બપોરના 12.30 વાગ્યે અને રાતના 11.35 વાગ્યે બસ મળે છે. જેનું ભાડું 206થી 354 રૂપિયા સુધી છે.

સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી અઠવાડિયાના દરરોજ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. પ્રવેશ સાથે તમે વેલી ઓફ ફ્લાવર્સ, સરદાર પટેલ મેમોરિયલ, મ્યુઝિયમ, ઓડિયો-વિઝ્યુઅલ ગેલેરી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઈટ અને સરદાર સરોવર ડેમની મુલાકાત લઈ શકો છો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે તમે ઓનલાઈન ટિકિટ તેમજ ઓફલાઈન ટિકિટ બુક કરી શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટેની ટિકિટ ફી રૂપિયા 60 થી રૂપિયા 350 સુધીની છે.

પ્રતિમામાં લેસર લાઇટિંગની વ્યવસ્થા છે, જે દિવસ-રાત ઝળહળતી રહે છે. પ્રતિમાના પગમાં હાઈ સ્પીડ લિફ્ટ લગાવવામાં આવી છે, જેના દ્વારા 400 ફૂટની ઉંચાઈ પર પહોંચીને પ્રતિમાના દર્શન કરી શકાય છે.

24 હજાર ટન લોખંડનો ઉપયોગ થયો

સ્ટેચ્યુ ઓફ યુનિટીને તૈયાર કરવામાં 45 મહિનાનો સમય લાગ્યો હતો અને 24 હજાર ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવેલો. આ પ્રતિમાં 20,000 વર્ગ મીટરમાં ફેલાયેલ છે. સરદાર પટેલની પ્રતિમાને તૈયાર કરવામાં રૂપિયા 2,989 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.