Monsoon Places in India: ચોમાસા (Monsoon)માં ફક્ત ઠંડી અને હરિયાળીની મૌસમ હોવા ઉપરાંત એવા લોકો માટે સૌથી સારી તક છે કે જે પ્રકૃતિ વચ્ચે સારો એવો નિખારવામાં મદદરૂપ બને છે. ઝરણાની ગૂંજ, માટીની ખુશબુ અને હરિયાળીથી ઢંકાયેલ પહાડોમાં તેની ટ્રાવેલથી મજા બમણ કરી શકે છે.
જો તમે પણ આ ચોમાસામાં રજાનું આયોજન કરી રહ્યા છો તો કેટલાક ખાસ ડેસ્ટીનેશન છે, કે જ્યાં તમે વરસાદનો ખરો આનંદ માણી શકો છો. આ જગ્યાએ ફક્ત સુકૂન આપે છે, તેમ રોમાંચ તથા નેચર લવર્સ માટે પણ પરફેક્ટ છે. ભારતમાં 5 એવી સુંદર જગ્યા વિશે માહિતી આપી રહ્યા છીએ કે જ્યાં ફરવા માટે ખૂબ જ આનંદદાયક છે.
લોનાવાડા (મહારાષ્ટ્ર)
લોનાવાડા ચોમાસામં સ્વર્ગની જેમ ખીલી ઉઠે છે. મુંબઈ અને પુણેથી નજીક હોવાને લીધે તે વીકેન્ડ ટ્રીપ મટે એકદમ પરફેક્ટ છે. અહીં ઝરણા, પહાડ, ડેમ અને ટાઈગર પોઇન્ટ જેવી જગ્યા વરસાદમાં ખૂબ જ ખીલી ઉઠે છે. ટ્રેકિંગનો શોખ ધરાવતા લોકો માટે આ જગ્યા ખુબ જ સુંદર છે.
મેઘાલય (ચેરાપૂંજી)
વિશ્વમાં સૌથી વધારે વરસાદ ધરાવતી આ જગ્યાએ ચોમાસામાં ખરી મજા જોવા મળે છે. અહીં જીવંત ઝરણા, ગાઢ જંગલો અને જીવંત ગુફાઓ આ મૌસમમાં જોવાલાયક છે. ખાસ કરીને નેશનલ પાર્ક અને ડબલ ડેકર રુટ બ્રિજ પર્યટકોને આકર્ષે છે.
મુન્નાર (કેરળ)
કેરળનું આ હિલ સ્ટેશન ચોમાસામાં ચાના બગીચાના ઢોળાવ સ્વર્ગ જેવા લાગે છે. અહીં હરિયાળી, વાદળોથી ઢંકાયેલ પહાડો અને ઠંડી હવા ચોમાસાના જાદુને આનંદદાયક બનાવે છે. ઈડુક્કી ડેમ, અટટુકલ વોટરફોલ્સ અને એરાવિકુલમ નેશનલ પાર્ક અહીં મુખ્ય આકર્ષણના કેન્દ્ર છે.
ઉટી (તમિલનાડુ)
કીન ઓફ હિલ્સ નામથી જાણીતા ઉટી ચોમાસામં વધારે સુંદર જોવા મળે છે નીલગીરી પહાડો વચ્ચે વસેલ આ જ્યા વાદળો અને હરિયાળીથી ઢંકાયેલ છે. ઉટી સરોવર, બોટનિક ગાર્ડન અને ડોડાબેટા પીક અહીં સુંદરતાને ચાર ચાંદ લગાવે છે.
કુર્ગ (કર્ણાટક)
કુર્ગના સાઉથ ઈન્ડિયાના સ્કોટલેન્ડ તરીકે ઓળખાય છે. ચોમાસામાં આ જગ્યા રોમાંચક અને શાંતિ બન્ને માટે પર્ફેક્ટ છે. અહીં કોફી પ્લાન્ટેશન, એબી ફોલ્સ અને મડિકેરી કિલા આ મૌસમમાં જોવાલાયક હોય છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે તે એક ડ્રીમ ડેસ્ટીનશન છે.
