Parenting Tips: મોટાભાગની સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું છે. કાળઝાળ ગરમી તેમજ કામની વ્યસ્તતાના કારણે અનેક પરિવારો માટે વેકેશનમાં ફરવા જવાનું શક્ય નથી બનતું. એવામાં ઉનાળાની રજાઓમાં બાળકોને વ્યસ્ત રાખવા માટે શું કરવું? તેને લઈને મોટાભાગના માતા-પિતા મુંઝવણ અનુભવે છે.
બાળકોને બીઝી રાખવા કંઈના સુજે તો આખરે તેમને મોબાઈલ પકડાવી દેવામાં આવે અથવા આઈપેડ અને ટીવીમાં એન્ગેજ રાખે છે. આમ પણ માઈન્ડ ફ્રેશ રાખવા માટે થોડુ ઘણું મનોરંજન પણ જરૂરી છે, પરંતુ આખો દિવસ બાળકો મોબાઈલ કે TVમાં જ બીઝી રહે, તો તે તેમની ફિજિકલ અને મેન્ટલ એમ બન્ને હેલ્થ માટે ખરાબ છે.
આમ તો બાળકોને બીઝી રાખવા માટેની અનેક રીતો છે, જેમાં તમે મોબાઈલ આપ્યા વિના પણ બાળકોનો કંટાળો દૂર કરી શકો છે. આ સાથે જ તેમનું ઉનાળું વેકેશન વધારે મજેદાર બનાવી શકો છે.
કિચન કામમાં બાળકોની મદદ લો
કુકિંગમાં બાળકોની મદદ લઈ શકો છે. જેમાં શાકભાજી ધોવા, સલાડ સમારવા કે સેન્ડવીચ બનાવવાની જેવા સરળ કામો બાળકો પાસે કરાવો. આ સમયે હેલ્ધી ખાણી-પીણીની આદતો વિશે તેમજ કુકિંગની સાથે-સાથે હાઈજીન જાળવવા વિશે બાળકોને જણાવો. આમ કરવાથી બાળકો એન્ગેજ રહેવાની સાથે-સાથે પોતાની ખાણી-પીણી પર પણ વધારે ધ્યાન આપશે.
એક રુટીન બનાવો
ઉનાળાની રજાઓમાં સ્કૂલમાં જવાની ચિંતા નથી હોતી. જેના કારણે બાળકો આરામથી ઉઠે છે અને મરજી મુજબ ગમે ત્યારે ખાવા બેસી જાય છે. આ સાથે જ લખવા-વાંચવાથી પણ દૂર ભાગે છે. એવામાં જો તમે પણ ઈચ્છો છો કે, તમારું બાળક રજાઓનો યોગ્ય ઉપયોગ કરે, તો તેના માટે એક રુટીન બનાવો. દરેક દિવસ માટે કોઈને કોઈ ટાસ્ક સેટ કરો. બાળકોને થોડી છૂટ આપી શકો છો, પરંતુ એવો પ્રયત્ન કરો કે તેમને કંઈક નવું શીખવા મળે.
ક્રિએટિવ હેબિટ ડેવલૉપ કરો
વેકેશન દરમિયાન બાળકોને અભ્યાસ કરતાં કંઈક અલગ ઈત્તર પ્રવૃતિ કરાવો. જેમ કે કોઈ હૉબી ક્લાસ જોઈન કરાવો. આ સિવાય મ્યૂઝીક, ડાન્સ, સ્વીમિંગ, સ્કેટિંગ જેમાં તેમની રૂચિ હોય તેમા આગળ વધારો. આમ કરવાથી રજાઓનો વ્યવસ્થિત ઉપયોગ થશે અને બીજુ બાળકો બૉર નહીં થાય અને ત્રીજુ બાળકોમાં કંઈ નવી સ્કિલ ડેવલોપ થશે.
