પિતા બનવાની સાચી અને સુરક્ષિત ઉંમર કઈ? જાણો ડૉક્ટર્સનો શું છે અભિપ્રાય

શું તમે જાણો છો પિતા બનવાની સાચી અને સુરક્ષિત ઉંમર કઈ છે? ડૉક્ટરોના મતે પુરુષોમાં ફર્ટિલિટી કઈ ઉંમરે સૌથી વધુ હોય છે અને 35 વર્ષ પછી કેવા જોખમો વધી શકે છે, તે જાણો

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 13 Jun 2026 10:46 AM (IST)Updated: Sat, 13 Jun 2026 10:46 AM (IST)
right-age-to-become-a-father

right age to become a father: આજની આધુનિક અને દોડધામ ભરેલી લાઈફસ્ટાઈલમાં કરિયર સેટ કરવાના ચક્કરમાં મોટાભાગના યુવાનો યોગ્ય ઉંમરે લગ્ન કે ફેમિલી પ્લાનિંગ કરી શકતા નથી. સામાન્ય રીતે એવી માન્યતા છે કે વધતી ઉંમરની અસર માત્ર મહિલાઓની પ્રજનન ક્ષમતા પર જ પડે છે. પરંતુ તબીબી વિજ્ઞાન અને રિસર્ચ સ્પષ્ટપણે જણાવે છે કે પુરુષોની વધતી ઉંમર પણ બાળકના સ્વાસ્થ્ય અને Pregnancy પર સીધી અસર કરે છે. પિતા બનવા માટે પુરુષોની ઉંમર શા માટે મહત્વની છે,તે જાણીએ

22 થી 25 વર્ષ

આ ઉંમરે પુરુષોમાં શારીરિક ઉર્જા અને પ્રજનન ક્ષમતા સૌથી સર્વોચ્ચ સ્તરે હોય છે. આ સમયગાળામાં શુક્રાણુઓની સંખ્યા અને ગતિશીલતા ઉત્તમ હોય છે, જેથી ગર્ભધારણમાં કોઈ સમસ્યા આવતી નથી.

30 વર્ષ પહેલાં

તબીબોના મતે, પિતા બનવા માટે 30 વર્ષ પહેલાંનો સમય સૌથી બેસ્ટ અને આદર્શ માનવામાં આવે છે. આ ઉંમરે પુરુષો માનસિક અને આર્થિક રીતે સ્થિર થવા લાગ્યા હોય છે અને તેમનું સ્વાસ્થ્ય પણ જળવાયેલું હોય છે.

35 વર્ષ બાદ

35 વર્ષની ઉંમર વટાવ્યા પછી પુરુષોના શરીરમાં હોર્મોનલ બદલાવ આવે છે. આ કારણે શુક્રાણુની ગુણવત્તા ધીમે-ધીમે નબળી પડવા લાગે છે, જેનાથી કન્સીવ કરવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે.

40 વર્ષ બાદ

જો કોઈ પુરુષ 40 કે 45 વર્ષની ઉંમર પછી પિતા બને છે, તો બાળકમાં જિનેટિક વિકૃતિઓ, જન્મજાત ખામીઓ કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાનું જોખમ થોડું વધી જાય છે.

બધા પાસાઓનો વિચાર કરીએ તો, પિતા બનવા માટેની સૌથી સાચી અને સુરક્ષિત ઉંમર 22 થી 35 વર્ષની વચ્ચે માનવામાં આવે છે. આ ઉંમરે ફેમિલી પ્લાનિંગ કરવાથી આવનારું બાળક તંદુરસ્ત જન્મે છે અને માતા-પિતા બંને પોતાની જવાબદારીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક નિભાવી શકે છે. જો કોઈ કારણસર 35-40 વર્ષ પછી પ્લાનિંગ કરવું પડે, તો એકવાર નિષ્ણાત ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

Disclaimer: આ લેખ માત્ર વાચકોની જાગૃતિ અને સામાન્ય જ્ઞાન માટે છે. દરેક વ્યક્તિનું શરીર અને સ્વાસ્થ્ય અલગ હોય છે, તેથી પ્રજનન ક્ષમતા કે ફેમિલી પ્લાનિંગ બાબતે કોઈ પણ મેડિકલ સલાહ માટે સર્ટિફાઇડ ડૉક્ટર અથવા ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો હિતાવહ છે.