Bajra Na Rotla Nu Churmu Recipe: બાજરાના રોટલાનું ચૂરમું ખાવાની મજા અલગ હોય છે. તમે કાઠિયાવાડી કોઈ પણ હોટલમાં જાઓ તો તમને મેનુમાં ચૂરમું જોવા મળશે. આજે ગુજરાતી જાગરણ તમને બાજરાના રોટલાનું ચૂરમું કેવી રીતે બાવવું તેની રેસિપી જાવશે.
- ઘી: 5 ચમચી.
- ગોળ : 5 ચમચી.
- બદામ : થોડીક બદામ ઉપરથી ગાર્નિશ માટે,(વૈકલ્પિક).
- સૂકું ટોપરું (Dry Coconut): થોડુંક સૂકું ટોપરું ઉપરથી ગાર્નિશ માટે,(વૈકલ્પિક).
બાજરાના રોટલાનું ચૂરમું બનાવવાની રીત
રોટલા તૈયાર કરવા
- સૌપ્રથમ, બાજરાના રોટલાના ટુકડા કરી નાખવા.
- આ ટુકડાઓને મિક્સર જારમાં નાખવા.
- મિક્સરમાં રોટલાનો ભૂકો કરી લેવો. આ ભૂકો એકદમ સરસ દરદરો હોવો જોઈએ. આ રીતે પીસવાથી તે ચૂરમાના લાડવામાં વપરાય તેવો થઈ જશે.
- આ ભૂકાને બીજા વાસણમાં કાઢી લેવો. આ ભૂકાને ચાળવાની કોઈ જરૂર નથી.
- જો રોટલો વઘારેલો બનાવવો હોય તો આ ભૂકાનો ઉપયોગ કરીને વઘાર નાખી શકાય છે.
ગોળનો પાયો બનાવવો
- ગેસ ચાલુ કરવો અને એક કડાઈ લેવી.
- કડાઈમાં 5 ચમચી ઘી નાખવું અને ઘીને થોડુંક ગરમ થવા દેવું.
- ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખવો. ગોળનું પ્રમાણ સ્વાદ પ્રમાણે નાખવાનો હોય છે.
- ગોળને ઓગળવા દેવો. આ પ્રક્રિયામાં લગભગ ત્રણથી ચાર મિનિટ લાગે છે.
- ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય અને લાડવાના ચૂરમાના પાયા જેવું થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરવો.
ચૂરમું તૈયાર કરવું
- ગોળ ઓગળી જાય પછી તરત જ તેમાં તૈયાર કરેલો રોટલાનો ભૂકો નાખી દેવો.
- ગેસની ફ્લેમ ધીમી કરી દેવી.
- બધું એકસાથે બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવવું.
- મિશ્રણ બરાબર ભળી જાય પછી તરત જ ગેસ બંધ કરી દેવો.
- મિશ્રણને કડાઈમાંથી નીચે ઉતારી લેવું અને ફરીથી બરાબર મિક્સ કરી દેવું.
- જો તમે ઈચ્છો તો આ તબક્કે કાજુ કે બદામ પણ મિશ્રણની અંદર નાખી શકો છો.
સર્વ કરવું
બાજરાના રોટલાનું ચૂરમું ગરમાગરમ સર્વ કરવા માટે તૈયાર છે.સર્વ કરતી વખતે ઉપરથી બદામ અને સૂકું ટોપરું નાખીને ગાર્નિશ કરવું.
