નખ વધારવા માટે કોઇ કેમિકલની જરૂર નથી, ગરમ પાણીમાં મિક્સ કરો આ 1 વસ્તુ અને 7 દિવસમાં જુઓ જાદુ!

શું તમારા નખ વારંવાર તૂટી જાય છે? કેમિકલ છોડો અને અજમાવો આ કુદરતી ઘરેલું નુસખો. ગરમ પાણીમાં માત્ર 1 ખાસ વસ્તુ મિક્સ કરીને લગાવો અને માત્ર 7 દિવસમાં મેળવો લાંબા, મજબૂત અને નખ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 15 May 2026 11:55 AM (IST)Updated: Fri, 15 May 2026 11:55 AM (IST)
grow-nails-fast-in-7-days-natural-home-remedy

Natural Nail Care: દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે તેના હાથ સુંદર દેખાય, અને હાથની સુંદરતામાં નખનો ફાળો સૌથી મોટો હોય છે. લાંબા, મજબૂત અને ચમકદાર નખ ન માત્ર હાથના આકર્ષણમાં વધારો કરે છે, પરંતુ તેના પર લગાવેલી નેઈલ પોલીશ પણ વધુ સુંદર લાગે છે. જોકે, આજની વ્યસ્ત જીવનશૈલી અને ઘરકામના કારણે નખ વારંવાર તૂટી જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઘણી મહિલાઓ નખ વધારવા માટે બજારમાં મળતા કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી નખ વધુ નબળા પડી શકે છે. જો તમે પણ તૂટતા નખથી પરેશાન છો, તો હવે મોંઘી ટ્રીટમેન્ટ છોડો અને માત્ર એક ખાસ ઘરેલું નુસખો અપનાવો.

નખ કેમ તૂટે છે?

નખ નબળા પડવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે: શરીરમાં આયર્ન, બાયોટિન અને પ્રોટીન જેવા જરૂરી તત્વોની કમી નખને બરડ બનાવે છે. વાસણ ધોવાના સાબુ, ડિટર્જન્ટ અને હેન્ડ સેનિટાઇઝરનો વધુ પડતો ઉપયોગ નખની કુદરતી ભેજ છીનવી લે છે.તેમજ પાણીમાં લાંબો સમય કામ કરવાથી નખ નરમ પડીને જલ્દી તૂટી જાય છે.

નખ વધારવાનો જાદુઈ નુસખો

તમારા નખને કુદરતી રીતે મજબૂત બનાવવા માટે જિલેટીન પાઉડર રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.

જરૂરી સામગ્રી:

  1. ઓલિવ ઓઈલ
  2. અડધો ગ્લાસ હૂંફાળું પાણી
  3. 4 થી 5 ચમચી જિલેટીન પાવડર

સ્ટેપ-બાય-સ્ટેપ રીત

  • સૌથી પહેલા થોડું ઓલિવ ઓઈલ ગરમ કરો. આ હૂંફાળા તેલથી તમારા નખ અને તેની આસપાસની ત્વચા પર 5 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો. આનાથી નખમાં રક્ત પરિભ્રમણ વધશે અને નખને અંદરથી પોષણ મળશે.
  • હવે અડધા ગ્લાસ હૂંફાળા પાણીમાં 4-5 ચમચી જિલેટીન પાવડર મેળવીને બરાબર મિક્સ કરો.
  • આ મિશ્રણને બ્રશની મદદથી અથવા નખને તેમાં ડુબાડીને લગાવો. તેને અડધા કલાક સુધી રહેવા દો.
  • આ પેક લગાવ્યા બાદ 3-4 કલાક સુધી નખ પર પાણી ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું. આથી જ, રાત્રે સૂતી વખતે આ પ્રયોગ કરવો સૌથી ઉત્તમ છે.

પરિણામ અને ફાયદા

જો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ પ્રયોગ કરશો, તો માત્ર 7 દિવસમાં તમને ફરક દેખાશે. જિલેટીનમાં રહેલું પ્રોટીન નખના બંધારણને મજબૂત બનાવે છે, જ્યારે ઓલિવ ઓઈલ નખને કુદરતી ચમક આપે છે. આ ઉપાયથી નખ તૂટતા બંધ થશે અને તેની વૃદ્ધિ ઝડપી બનશે.

DISCLAIMER: દરેકના શરીરની તાસીર અલગ અલગ હોય છે. આ આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.