Loading...

Republic Day 2026: દેશભક્તિના રંગ સાથે મેળવો 'પરફેક્ટ લુક', અપનાવો આ ખાસ સ્ટાઇલિંગ ટિપ્સ

પ્રજાસત્તાક દિવસ 2026 પર મેળવો 'પરફેક્ટ લુક'! જાણો કપડાં, ત્રિરંગી એસેસરીઝ, મેકઅપ અને હેરસ્ટાઇલ માટેની શ્રેષ્ઠ સ્ટાઇલિંગ ટિપ્સ, જે તમને આપશે ગરિમાપૂર્ણ અને દેશભક્તિભર્યો અંદાજ.

By: Dimpal GhoyalEdited By: Dimpal Ghoyal Publish Date: Sat 24 Jan 2026 02:44 PM (IST)Updated: Sat 24 Jan 2026 02:44 PM (IST)
best-outfit-and-makeup-tips-for-january-26-679109

Republic Day outfit ideas: 26 જાન્યુઆરી એટલે ભારતનો ગૌરવશાળી પ્રજાસત્તાક દિવસ. આ દિવસે આખું ભારત દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળે છે. શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓથી લઈને સોસાયટીઓ સુધી દરેક જગ્યાએ ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ધૂમ હોય છે. આ ખાસ પ્રસંગે આપણો દેખાવ પણ દેશભક્તિ અને ગરિમાપૂર્ણ હોવો જોઈએ. જો તમે આ દિવસે ભીડથી અલગ અને પ્રભાવશાળી દેખાવા માંગતા હોય, તો કપડાંથી લઈને એસેસરીઝ સુધીની આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ત્રિરંગાના રંગોનું સંતુલન

પ્રજાસત્તાક દિવસ માટે આઉટફિટ પસંદ કરતી વખતે કેસરી, સફેદ અને લીલા રંગનો સ્માર્ટ રીતે ઉપયોગ કરવો જોઈએ. એક જ સાથે ત્રણેય રંગોના ઘાટા કપડાં પહેરવાને બદલે, સફેદ રંગને બેઝ તરીકે રાખવો વધુ ભવ્ય લાગે છે. ઉદાહરણ તરીકે, તમે સફેદ કુર્તા સાથે કેસરી દુપટ્ટો અને લીલી બંગડીઓ પહેરી શકો છો. જો તમે ઓફિસ જવાના હોવ, તો પેસ્ટલ શેડ્સમાં ત્રિરંગાની ઝલક હોય તેવો આઉટફિટ પસંદ કરો. જાન્યુઆરીની ઠંડીને ધ્યાનમાં રાખીને, તમારા આઉટફિટ સાથે નેહરુ જેકેટ, શાલ અથવા સ્ટાઇલિશ સ્વેટરનું લેયરિંગ કરવું પણ જરૂરી છે.

મેકઅપ હળવો રાખો

આ રાષ્ટ્રીય તહેવાર છે, કોઈ પાર્ટી નથી, તેથી ભારે મેકઅપ ટાળવોહિતાવહ છે. તમારી ત્વચાને અનુરૂપ હળવું ફાઉન્ડેશન અને સોફ્ટ બ્લશનો ઉપયોગ કરો. આંખો માટે તમે તિરંગા આઈલાઈનર અથવા કેસરી-લીલા રંગની નેઈલ આર્ટ ટ્રાય કરી શકો છો, જે ખૂબ જ આકર્ષક લાગે છે. લિપસ્ટિકમાં ન્યુડ અથવા આછા રંગો પસંદ કરવાથી તમારો લુક સોબર અને ફ્રેશ લાગશે.

એસેસરીઝની યોગ્ય પસંદગી

આઉટફિટની સુંદરતા વધારવામાં એસેસરીઝ મહત્વનો ભાગ ભજવે છે.

ટ્રેડિશનલ લુક માટે: જો તમે સૂટ પહેર્યો હોય, તો ઓક્સિડાઇઝ્ડ ઈયરિંગ્સ, કડા અને નાની બિંદી તમને ક્લાસી લુક આપશે.
સાડી માટે: જો તમે સાડી પહેરી હોય, તો મોતીની માળા અથવા કુંદનના ઝુમકા શ્રેષ્ઠ રહેશે.
ત્રિરંગી બંગડીઓ અથવા હાથમાં તિરંગા બેન્ડ પણ પહેરી શકાય છે.

સરળ હેરસ્ટાઇલ

તમારી હેરસ્ટાઇલ એવી હોવી જોઈએ જે લાંબો સમય ટકી રહે. લો બન (ચોટલો), વેણી અથવા હાઈ પોનીટેલ આ દિવસ માટે બેસ્ટ છે. જો તમે વાળમાં ત્રિરંગા રિબન લગાવો છો, તો તે દેશભક્તિના ઉત્સાહમાં વધારો કરશે.

આરામદાયક ફૂટવેર પસંદ કરો

ફૂટવેરની વાત કરીએ તો, ધ્વજવંદન કે પરેડમાં લાંબો સમય ઊભા રહેવાનું હોય છે. તેથી ઊંચી હીલ્સને બદલે મોજડી, જુટ્ટી કે આરામદાયક સ્નીકર્સ પસંદ કરવા જોઈએ. આથી તમે સ્ટાઇલની સાથે આરામ પણ અનુભવશો.