Stylish beach dress ideas for women: દરેક વ્યક્તિને મુસાફરી કરવી ગમે છે, પરંતુ જ્યારે વેકેશનની વાત આવે ત્યારે છોકરીઓ માટે સૌથી મોટો મૂંઝવણભર્યો પ્રશ્ન એ હોય છે કે, "મારે શું પહેરવું?" હિલ સ્ટેશન પર તો ગરમ કપડાંનું લેયરિંગ કામ કરી જાય છે, પરંતુ બીચ વેકેશનમાં સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ દેખાવું એ એક મોટો પડકાર બની જાય છે.
ઉનાળાની રજાઓમાં જો તમે પણ દરિયા કિનારે ફરવાનું વિચારી રહ્યા છો, તો ચિંતા છોડી દો. બીચ પર આરામદાયક રહેવાની સાથે ગ્લેમરસ દેખાવા માટે અહીં કેટલાક લેટેસ્ટ અને ટ્રેન્ડી ડ્રેસિંગ ઓપ્શન્સ આપવામાં આવ્યા છે, જે તમારા હોલિડે લુકને એક અલગ જ લેવલ પર લઈ જશે:
બોહો-સ્ટાઇલ શોર્ટ ફ્લેરેડ ડ્રેસ

જો તમને વાઇબ્રન્ટ અને કલરફુલ લુક ગમતો હોય, તો બોહો પ્રિન્ટ ધરાવતો શોર્ટ ડ્રેસ તમારા માટે બેસ્ટ ચોઇસ છે. ખાસ કરીને લાલ અથવા મલ્ટીકલર શેડ્સ બીચ પર ખૂબ જ આકર્ષક લાગે છે. આ ડ્રેસ વજનમાં એકદમ હલકો હોય છે અને ગરમીમાં ખૂબ આરામ આપે છે. આ લુકને કમ્પ્લીટ કરવા માટે તેની સાથે એક સુંદર રાઉન્ડ હેટ જરૂર ટ્રાય કરો.
એમ્બ્રોઇડરી વાળો વ્હાઇટ શોર્ટ ડ્રેસ

બીચ પર સફેદ રંગ હંમેશા એવરગ્રીન અને ક્લાસિક વાઇબ આપે છે. હળવી એમ્બ્રોઇડરી વાળો સફેદ શોર્ટ ડ્રેસ તમને કૂલ અને ફ્રેશ લુક આપશે. આ ડ્રેસ સાથે મોટી સ્ટ્રો હેટ અને સનગ્લાસેસ પહેરીને તમે તડકાથી પણ બચી શકશો અને પરફેક્ટ હોલિડે પિક્ચર્સ પણ ક્લિક કરી શકશો.
પેપ્લમ ટોપ અને શોર્ટ્સ કોમ્બિનેશન

જો તમે કૂલ અને મોર્ડન લુક ઇચ્છી રહ્યા છો, તો વ્હાઇટ ફ્લોરલ પેપ્લમ ટોપને બેજ અથવા ડેનિમ શોર્ટ્સ સાથે પેર કરો. આ આઉટફિટ બીચ પર ફરવા માટે ખૂબ જ આરામદાયક છે. આ લુક સાથે નાની સ્લિંગ બેગ અને લાઇટ જ્વેલરી તમારા દેખાવમાં ચાર ચાંદ લગાવી દેશે.
બ્રાઇટ કલર શ્રગ સેટ

દરિયા કિનારે તેજસ્વી અને બ્રાઇટ રંગો ખૂબ જ ખીલી ઉઠે છે. તમે પીળા અથવા ઓરેન્જ કલરનો ફ્લોરલ-પ્રિન્ટ સેટ પસંદ કરી શકો છો. આ થ્રી-પીસ આઉટફિટમાં ક્રોપ ટોપ અને શોર્ટ્સની સાથે મેચિંગ લોન્ગ શ્રગ આવે છે, જે તમને કમ્ફર્ટ આપવાની સાથે અત્યંત સ્ટાઇલિશ લુક આપે છે.
ઓફ-શોલ્ડર મલ્ટીકલર ફ્લોરલ સેટ

ગ્લેમરસ અને બોલ્ડ લુક માટે ઓફ-શોલ્ડર ડિઝાઇન વાળું મલ્ટીકલર ફ્લોરલ ક્રોપ ટોપ અને શોર્ટ્સ એક ઉત્તમ વિકલ્પ છે. તેની સાથે મેચિંગ ફ્લોરલ બેગ અને ફ્લેટ સેન્ડલ્સ પહેરીને તમે પરફેક્ટ વેકેશન વાઇબ્સ મેળવી શકો છો.
બીચ પર હેવી જ્વેલરીના બદલે શેલમાંથી બનેલી એક્સેસરીઝ, સનગ્લાસેસ અને વોટરપ્રૂફ મેકઅપનો ઉપયોગ કરો, જેથી તમારો લુક નેચરલ અને ગ્લેમરસ લાગે.
