Smartphone Sahay Yojana Gujarat 2026: ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતો ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીના આધુનિક પ્રવાહોથી માહિતગાર થાય તે હેતુથી 'સ્માર્ટફોન સહાય યોજના 2026' અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને નવો સ્માર્ટફોન ખરીદવા પર આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના 2026
યોજનાનો મુખ્ય હેતુ
ખેડૂતો હવામાનની આગાહી, ખેતીની નવી પદ્ધતિઓ, ઓનલાઇન અરજીઓ અને બજારના ભાવ (APMC Market Yard Price) વિશે ઘરે બેઠા સ્માર્ટફોન દ્વારા માહિતી મેળવી શકે તે માટે આ સહાય આપવામાં આવે છે.
મળવાપાત્ર સહાય (Assistance)
સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% અથવા ₹6000 (બેમાંથી જે ઓછું હોય તે) સહાય તરીકે મળવાપાત્ર છે.
ખેડૂત વધુમાં વધુ ₹ 15000 સુધીની કિંમતનો સ્માર્ટફોન ખરીદી શકે છે. (જો ફોનની કિંમત ₹15000 થી વધુ હશે, તો પણ સહાય તો માત્ર ₹6000 જ મળશે).
પાત્રતા અને શરતો (Eligibility)
- અરજદાર ગુજરાત રાજ્યનો વતની અને ખેડૂત હોવો જોઈએ.
- ખેડૂત પાસે પોતાની ખેતીની જમીન હોવી અનિવાર્ય છે.
- એક ખેડૂતને તેના આજીવનકાળમાં માત્ર એક જ વાર આ યોજનાનો લાભ મળશે.
- જો સંયુક્ત ખાતું હોય, તો 8-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી માત્ર એક જ વ્યક્તિને લાભ મળશે.
- આ સહાય માત્ર સ્માર્ટફોન માટે છે; બેટરી બેકઅપ, ઇયરફોન કે ચાર્જર જેવી એક્સેસરીઝ માટે સહાય મળશે નહીં.
જરૂરી દસ્તાવેજો (Required Documents)
ઓનલાઇન અરજી કરતી વખતે નીચે મુજબના કાગળોની જરૂર પડશે:
- આધાર કાર્ડની નકલ
- બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
- જમીનના દસ્તાવેજો (૭/૧૨ અને ૮-અ ની નકલ - AnyROR પરથી)
- સ્માર્ટફોન ખરીદીનું GST વાળું અસલ બિલ
- મોબાઇલનો IMEI નંબર
અરજી કરવાની પ્રક્રિયા (How to Apply)
અરજી સંપૂર્ણપણે ઓનલાઇન કરવાની રહેશે:
- સૌ પ્રથમ આઈ-ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in પર જાવ.
- ત્યાં 'યોજનાઓ' (Schemes) સેક્શનમાં જઈને "ખેતીવાડીની યોજનાઓ" પર ક્લિક કરો.
- તેમાં "સ્માર્ટફોન ખરીદી પર સહાય" યોજના પસંદ કરો અને 'અરજી કરો' પર ક્લિક કરો.
- માંગવામાં આવેલી તમામ વિગતો (વૈયક્તિક અને બેંક વિગત) ધ્યાનપૂર્વક ભરો.
- અરજી સેવ (Save) કરીને તેને કન્ફર્મ (Confirm) કરો.
- અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી લેવી અને જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત કચેરીએ જમા કરાવવાની રહેશે.
મહત્વની તારીખો
- અરજી શરૂ થવાની તારીખ:27/3/2026
- અરજી કરવાની છેલ્લી તારીખ:26/4/2026
