Loading...

Sauchalay Sahay Yojana Gujarat 2026: શૌચાલય બનાવવા માટે સરકાર આપશે આર્થિક સહાય: જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરવી ઓનલાઇન અરજી

આ યોજના અંતર્ગત જે પરિવારો પાસે પોતાના વ્યક્તિગત શૌચાલય નથી, તેમને શૌચાલય બાંધવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે આર્થિક સહાય આપવામાં આવે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 27 Mar 2026 04:04 PM (IST)Updated: Fri 27 Mar 2026 04:14 PM (IST)
sauchalay-sahay-yojana-gujarat-2026-get-financial-aid-to-build-toilets-check-eligibility-and-apply-online-716552

Sauchalay Sahay Yojana Gujarat 2026: ગુજરાતના શહેરી વિસ્તારોમાં રહેતા અને પોતાના ઘરે શૌચાલયની સુવિધા ન ધરાવતા પરિવારો માટે આ યોજના આશીર્વાદરૂપ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખુલ્લામાં શૌચની પ્રથા નાબૂદ કરી, શહેરોને સ્વચ્છ અને રોગમુક્ત બનાવવાનો છે.

1) યોજનાનો મુખ્ય હેતુ

આ યોજના અંતર્ગત જે પરિવારો પાસે પોતાના વ્યક્તિગત શૌચાલય નથી, તેમને શૌચાલય બાંધવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે આર્થિક સહાય આપવામાં આવે છે.

2) પાત્રતાના માપદંડ (કોણ લાભ લઈ શકે?)

આ યોજના અત્યંત સરળ માપદંડો ધરાવે છે જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે:

  • રહેઠાણ: અરજદાર ગુજરાતના શહેરી વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ.
  • જ્ઞાતિ/કેટેગરી: તમામ જ્ઞાતિ અને કેટેગરીના લોકો આ યોજના માટે પાત્ર છે.
  • આવક મર્યાદા: આ યોજનામાં કોઈ ચોક્કસ આવક મર્યાદા રાખવામાં આવી નથી.
  • શરત: અરજદારના ઘરે અગાઉથી શૌચાલયની સુવિધા ન હોવી જોઈએ અથવા તે અગાઉ આ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.

3) જરૂરી દસ્તાવેજો (Documents)

ઓનલાઇન અરજી કરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા:

  • આધાર કાર્ડ
  • ઓળખ પત્ર (ચૂંટણી કાર્ડ વગેરે)
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો઼
  • બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક (સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા થાય તે માટે)
  • રેઠાણનો પુરાવો

4) અરજી કરવાની પ્રક્રિયા

આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે:

  • 1) સૌ પ્રથમ સ્વચ્છ ભારત મિશનની સત્તાવાર વેબસાઇટ swachhbharaturban.gov.in પર જાઓ.
  • 2) ત્યાં 'IHHL' (Individual Household Latrine) સેક્શનમાં જઈને નવું રજીસ્ટ્રેશન કરો.
  • 3) માંગવામાં આવેલી તમામ વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • 4) ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક એપ્લિકેશન આઈડી મળશે, જેના દ્વારા તમે તમારી અરજીનું સ્ટેટસ જાણી શકશો.