Pandit Dindayal Awas Yojana 2026 Gujarat: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગો (EBC) માટે 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના' ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એવા પરિવારોને મદદ કરવાનો છે જેઓ પોતાની માલિકીની જમીન ધરાવે છે પરંતુ આર્થિક તંગીના કારણે પાકું મકાન બનાવી શકતા નથી.
યોજનાનો મુખ્ય લાભ
આ યોજના હેઠળ પાકું મકાન બાંધવા માટે પાત્રતા ધરાવતા લાભાર્થીને ₹1,20,000/- ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે.
કોણ લાભ લઈ શકે? (પાત્રતાના ધોરણો)
- અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- અરજદાર આર્થિક રીતે પછાત વર્ગ (EBC) માં આવતો હોવો જોઈએ.
- પરિવારની વાર્ષિક આવક ₹6,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર પાસે પોતાની માલિકીની જમીન અથવા પ્લોટ હોવો જોઈએ (અથવા સરકારી યોજના હેઠળ પ્લોટ મળેલો હોવો જોઈએ).
જરૂરી દસ્તાવેજોની યાદી (Documents)
અરજી કરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા:
- આધાર કાર્ડ.
- બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક.
- જાતિનું પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્ર.
- જમીન માલિકીના દસ્તાવેજ/સનદ, તલાટી દ્વારા પ્રમાણિત જમીનનો નકશો.
- મકાન બાંધકામ માટેની રજાચિઠ્ઠી (પરવાનગી પત્ર).
- સર્કલ ઇન્સ્પેક્ટર અથવા તલાટી-કમ-મંત્રીનું પ્રમાણપત્ર.
અરજી કરવાની પ્રક્રિયા (Step-by-Step)
યોજનાનો લાભ લેવા માટે eSamajkalyan પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે:
નોંધણી (Registration)
સૌ પ્રથમ eSamajkalyan વેબસાઇટ પર જાઓ.
"નવા વપરાશકર્તા? (New User)" પર ક્લિક કરી જરૂરી વિગતો ભરીને તમારો User ID મેળવો.
ઓનલાઈન ફોર્મ ભરવું
User ID અને Password વડે લોગિન કરો.
"કોર્પોરેશન" મેનૂમાં જઈને "પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (EBC)" પસંદ કરો.
તમારી તમામ વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
બધી માહિતી ચકાસીને ફોર્મ સબમિટ કરો અને એપ્લિકેશન નંબર સાચવી રાખો.
સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
વેબસાઇટના હોમ પેજ પર "તમારી અરજીની સ્થિતિ (Application Status)" પર ક્લિક કરો.
અરજી નંબર અને જન્મ તારીખ નાખીને તમે જાણી શકશો કે તમારી અરજી કયા તબક્કે પહોંચી છે.
નોંધ: જો તમારી પાસે રહેવા માટે પ્લોટ છે અને તમે આર્થિક રીતે નબળા છો, તો આજે જ આ યોજનાનો લાભ લો અને તમારા ઘરનું સપનું પૂરું કરો. વધુ માહિતી માટે નજીકની ગ્રામ પંચાયત અથવા સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક કરવો.
