Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat 2026: રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ જે ભણતરમાં તેજસ્વી છે. તેમના ઉત્થાન માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો હેતુ મેડિકલ, એન્જિયરિંગ અને ડિપ્લોમા જેવા અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓને રુ.10 હજારથી માંડીને 2,20,000 સુધીની વાર્ષિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
MYSY નો ઉદ્દેશ્ય
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થીઓની આર્થિક મદદ કરવાનો હેતું છે. ઓછી કૌટુંબિક આવકને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવી ન શકનારા વિદ્યાર્થીઓ માટે આ યોજના આશિર્વાદ સમાન છે. MYSY હેઠળ આપવામાં આવતી શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને કોઈપણ સમસ્યા વિના તેમનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરવામાં મદદ કરે છે.
શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
- MYSY યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ ડિપ્લોમા પ્રવેશમાં શિષ્યવૃત્તિ મેળવવા માટે ગુજરાત રાજ્યના માન્ય બોર્ડમાંથી ધોરણ 10 માં ઓછા 80 ટકા મેળવેલા હોવા જોઈએ.
- સ્નાતક ડિગ્રીમાં શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીએ ધોરણ 12માં વિજ્ઞાન કે સામાન્ય પ્રવાહમાં ઓછામાં ઓછા 80 કે તેથી વધુ ટકાવારી મેળવેલી હોવી જોઈએ
- વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક ₹ 6,00 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
- D2D (ડિપ્લોમા ટુ ડિગ્રી) માટે વિદ્યાર્થીએ ડિપ્લોમાના છેલ્લા વર્ષમાં ઓછામાં ઓછા 65% કે તેથી વધુ ગુણાંક મેળવેલા હોવા જોઈએ.
મળવાપાત્ર આર્થિક સહાય:
- ટ્યુશન ફી
- છાત્રાલય ફી
- પુસ્તક/સાધનો
વિવિધ અભ્યાસક્રો માટે ટ્યુશન ફી સહાય
- મેડિકલ અને ડેન્ટલ (MBBS અને BDS): સરકારી કે સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોની વાર્ષિક ફીના 50 ટકા કે વધુમાં વધુ 2 લાખની સહાય.
- પ્રોફેશનલ એન્જિનિયરિંગ કોર્સ: એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ચર, નર્સિંગ જેવા કોર્સ માટે 50 હજાર સુધીની આર્થિક સહાય.
- ડિપ્લોમા કોર્સ: MYSY અંતર્ગત ડિપ્લોમા અભ્યાસક્રમમાં રુ.25 હજાર સુધીની આર્થિક સહાય.
- સ્નાતક કોર્સ: BA,BSC,B.COM, BBA, BCA જેવા કોર્સમાં વાર્ષિક ફીના 50 ટકા અને વધુમાં વધુ 10 હજાર સુધીની સહાય.
(સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમો માટે, વાર્ષિક ટ્યુશન ફીના 50 ટકા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.)
હોસ્ટેલ અને ભોજન સહાય:
જે વિદ્યાર્થી પોતાના હોમટાઉનથી બહાર રહીને માન્યતા પ્રાપ્ત હોસ્ટેલમાં ભણતો હોય, તેને 10 મહિના માટે દર મહિને રુ.12,00 લેખે વાર્ષિક સહાય 12 હજાર સુધીની સહાય મળે છે.
પુસ્તક અને સાધન સહાય:
કોર્સના પ્રથમ વર્ષના પુસ્તકો અને સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે.
- મેડિકલ અને ડેન્ટલ વિદ્યાર્થીઓ માટે: રુ. 10 હજાર
- એન્જિનિયરિંગ, ફાર્મસી અને ટેકનિકલ કોર્સ માટે: રુ. 5 હજાર
- ડિપ્લોમા કોર્સ માટે: રુ. 3 હજાર
શિષ્યવૃત્તિ મેળવવા અરજી કરવા જરુરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- ધો.10 અને ધો.12ની માર્કશીટ
- આવકનો દાખલો
- કોલેજમાંથી મળેલો એડમિશન લેટર અને ફી ભર્યાની પહોંચ
- હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલનું પ્રમાણ પત્ર અને જમ્યાની પહોંચ
- બેન્ક ખાતાની વિગતો
- સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ વિદ્યાર્થીએ સત્તાવાર વેબસાઈટ mysy.guj.nic.in પર જવાનું રહેશે.
- જો તમે પ્રથમ વખત અરજી કરી રહ્યા હો, તો Login/Register પર ક્લિક કરી, તમારુ બોર્ડ, પાસિંગ યર, રોલ નંબર અને મોબાઈલ નંબર નાખીને નવું એકાઉન્ટ બનાવી લેવું.
- લોગઈન કરી લીધા બાદ ફોર્મમાં માંગેલી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ચોક્કસાઈપૂર્વક સબમિટ કરી દેવી.
- માંગવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરો.
- ફોર્મ ઓનલાઈન ભરી દીધા બાદ પ્રિન્ટ આઉટ લઈને નજીકના હેલ્પ સેન્ટર ખાતે રુબરુ જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. નહી તો, વેરિફિકેશન માન્ય ગણવામાં આવશે નહી.
