Loading...

કૈલાસ માનસરોવર યાત્રા માટે ગુજરાત સરકાર આપશે 50,000ની સહાય: જાણો કોણ લઈ શકે છે લાભ અને કેવી રીતે કરવી ઓનલાઇન અરજી?

ગુજરાતના વધુમાં વધુ નાગરિકો આ પવિત્ર યાત્રા કરી શકે અને તેમની આર્થિક મર્યાદા આડે ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 05 Apr 2026 04:18 PM (IST)Updated: Sun 05 Apr 2026 04:18 PM (IST)
gujarat-government-will-provide-assistance-of-rs-50000-for-kailash-mansarovar-yatra-know-who-can-take-the-benefit-and-how-to-apply-online-722186

Kailash Mansarovar Yatra: કૈલાસ માનસરોવરની યાત્રા આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત પવિત્ર અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સંચાલિત 'કૈલાસ માનસરોવર યાત્રા સહાય યોજના (8631)' નો મુખ્ય હેતુ રાજ્યના શ્રદ્ધાળુઓને આ કઠિન યાત્રા માટે આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.

આ યોજના વિશેની તમામ વિગતવાર માહિતી નીચે મુજબ છે:

1) યોજનાનો મુખ્ય હેતુ

કૈલાસ માનસરોવર યાત્રા ભૌગોલિક પરિસ્થિતિ અને અંતરને કારણે ઘણી ખર્ચાળ અને કઠિન હોય છે. ગુજરાતના વધુમાં વધુ નાગરિકો આ પવિત્ર યાત્રા કરી શકે અને તેમની આર્થિક મર્યાદા આડે ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

2) મળવાપાત્ર લાભ

  • આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દરેક યાત્રિકને ₹50,000/- (પચાસ હજાર રૂપિયા) ની સીધી આર્થિક સહાય આપવામાં આવે છે.
  • આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

3) પાત્રતાના માપદંડ (Eligibility)

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની શરતો પૂર્ણ કરવાની રહેશે:

  • રહેવાસી: અરજદાર મૂળ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • કેટેગરી: તમામ જ્ઞાતિ અને વર્ગના (General, SC, ST, OBC) લોકો આનો લાભ લઈ શકે છે.
  • આવક મર્યાદા: આ યોજનામાં કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે પારિવારિક આવક મર્યાદા રાખવામાં આવી નથી.
  • વ્યવસાય/શિક્ષણ: કોઈ પણ વ્યવસાય કે શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યક્તિ અરજી કરી શકે છે.

4) જરૂરી દસ્તાવેજો (Required Documents)

અરજી કરતી વખતે નીચે મુજબના કાગળોની જરૂર પડશે:

  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • પાસપોર્ટની સ્વપ્રમાણિત નકલ (જે યાત્રા માટે અનિવાર્ય છે)
  • બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક (સહાયની રકમ જમા મેળવવા માટે)
  • યાત્રા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર/પુરાવો

5) અરજી કરવાની પ્રક્રિયા

આ યોજના માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે:

  • 1) વેબસાઈટ: અરજદારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://yatradham.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • 2) ફોર્મ: વેબસાઈટ પર 'Kailash Mansarovar Yatra Application' લિંક પર ક્લિક કરી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
  • 3) કિંમત: એપ્લિકેશન ફોર્મની કોઈ પણ ફી રાખવામાં આવી નથી (મફત).

6) મહત્વની લિંક્સ

  • ઓનલાઇન અરજી માટે: https://yatradham.gujarat.gov.in/KailashMansarovarYatraApplication
  • વિભાગની મુખ્ય વેબસાઈટ: https://imd.gujarat.gov.in/