Tulsi Gabbard Big Expose Covid 19 Wuhan Lab: કોરોના મહામારીની ઉત્પત્તિને લઈને સમગ્ર વિશ્વમાં ફરી એકવાર નવો ગરમાવો આવી ગયો છે. અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગેબાર્ડે પોતાના કાર્યકાળના અંતિમ દિવસે એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ ખુલાસો કરીને સમગ્ર વૈશ્વિક રાજકારણમાં હડકંપ મચાવી દીધો છે. તુલસી ગેબાર્ડે વર્ષોથી ગુપ્ત રાખવામાં આવેલા અત્યંત સંવેદનશીલ દસ્તાવેજોને જાહેર કરતા દાવો કર્યો છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના પૂર્વ ચીફ મેડિકલ એડવાઇઝર ડૉ. એન્થોની ફાઉચીએ ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલૉજી (WIV) ને ગુપ્ત રીતે ફંડ પૂરું પાડ્યું હતું. આ એ જ વુહાન લેબ છે જેને સમગ્ર વિશ્વમાં કોવિડ-19 (COVID-19) મહામારી ફેલાવવાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે.
અમેરિકન ટેક્સપેયર્સના લાખો ડોલર ચીનની લેબને આપ્યા
તુલસી ગેબાર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા સિક્રેટ દસ્તાવેજો અનુસાર, ડૉ. એન્થોની ફાઉચીએ અમેરિકાના સામાન્ય કરદાતાઓ (Taxpayers) ના લાખો ડોલર ચીનની વુહાન લેબને ડાયવર્ટ કર્યા હતા. આ ફંડનો ઉપયોગ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલૉજીમાં ચામાચીડિયા (Bats) ના કોરોના વાયરસ પર અત્યંત જોખમી 'ગેન-ઓફ-ફંક્શન' (Gain-of-Function) રિસર્ચ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ પ્રકારના સંશોધનો વાયરસને વધુ ચેપી અને ઘાતક બનાવવા માટે કુખ્યાત છે.
સંસદ સમક્ષ જૂઠું બોલ્યા અને પુરાવા દબાવ્યાનો આરોપ
તુલસી ગેબાર્ડે ડૉ. ફાઉચી પર સીધો પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, તેમણે વર્ષ 2024 માં અમેરિકન કોંગ્રેસ (સંસદ) સમક્ષ શપથ લઈને સફેદ જૂઠ બોલ્યું હતું. ફાઉચીએ વાયરસ રિસર્ચમાં પોતાની કોઈપણ સંડોવણી અથવા ઇન્ટેલિજન્સ અધિકારીઓ સાથેની વાતચીતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ગેબાર્ડના ઓફિસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, ડૉ. ફાઉચીએ ઇન્ટેલિજન્સ કોમ્યુનિટીના કેટલાક રાજકીય રીતે પ્રેરિત અધિકારીઓ સાથે મળીને લેબ-લીકના તમામ પુરાવાઓને દબાવી દીધા હતા અને દુનિયા સમક્ષ કોરોના વાયરસ પ્રાકૃતિક રીતે ફેલાયો હોવાનું નકલી નેરેટિવ રજૂ કર્યું હતું, જેથી તેમની ખતરનાક રિસર્ચ પર પદોડો નાખી શકાય.
સાચું બોલનારા નિષ્ણાતોના કરિયર બરબાદ કરાયા
આ ખુલાસામાં એવો પણ ચોંકાવનારો દાવો કરાયો છે કે, જે કોઈ વ્હિસલબ્લોઅર્સ, વૈજ્ઞાનિકો કે નિષ્ણાતોએ ડૉ. ફાઉચીના આ જૂઠાણાને પડકારવાની કોશિશ કરી, તેમને ડરાવી-ધમકાવીને કચડી નાખવામાં આવ્યા અને તેમના કરિયર બરબાદ કરી દેવાયા. ગેબાર્ડે તેને 'ડીપ સ્ટેટ પ્લેબુક' નો ભાગ ગણાવ્યો છે. નોંધનીય છે કે, 85 વર્ષીય ડૉ. એન્થોની ફાઉચીએ લગભગ 38 વર્ષ સુધી અમેરિકન હેલ્થ એજન્સી (NIAID) પર રાજ કર્યું હતું અને 2020 માં બાઇડન સરકારની કોવિડ વ્યૂહરચનાનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ હવે આ ગંભીર પુરાવાઓ સામે આવ્યા બાદ તેઓ કાયદાકીય કટોકટીમાં મૂકાયા છે. જ્યારે, તુલસી ગેબાર્ડે આ ખુલાસો કર્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
