US Russia Oil Tanker: અમેરિકાએ ઉત્તરી સમુદ્રમાં રશિયાનો ધ્વજ ધરાવતા ઓઈલ ટેન્કર મેરિનેરા પર કબજો કરી લીધો છે. અમેરિકાના નૌકાદળ આ જહાજ પર બે સપ્તાહથી વધુ સમયથી નજર રાખી રહ્યું હતું. આ ઘટના ત્યારે સામે આવી કે જ્યારે મોસ્કોએ જહાજની સુરક્ષા માટે નૌકાદળને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. જોકે તેમ છતાં અમેરિકાએ આ ઓઈલ ટેન્કરને કબજામાં લઈ લીધુ છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે જ્યારે અમેરિકાના કોસ્ટ ગાર્ડ દ્વારા મેરિનેરા પર કબજો કર્યો ત્યારે તે જહાજ આજુબાજુ કોઈ જ અન્ય રશિયન જહાજ ન હતુ. તેને લીધે અમેરિકા અને રશિયાની સેના વચ્ચે અથડામણ ટળી ગઈ હતી.
❗️ Military forces, presumably American, are attempting to board Russian-flagged civilian tanker 'Marinera' RIGHT NOW — RT source
— RT (@RT_com) January 7, 2026
RT has obtained first exclusive visual confirmation of the boarding attempt https://t.co/lWf62lN7hH pic.twitter.com/rn9xfLmNxi
તો શું અમેરિકાએ રશિયાના ટેન્કરને પોતાના કબજામાં લીધુ
રશિયાની સ્ટેટ બ્રોડકાસ્ટર એજન્સી RT દ્વારા રશિયાના ટેન્કર તરફ એક હેલિકોપ્ટર આવવાની તસવીર શેર કરી છે. રોઈટર્સે બે અમેરિકી અધિકારીને ટાંકી કહ્યું કે અમેરિકાની સેના જહાજ પર ચઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
રશિયાનું આ ઓઈલ ટેન્કરનું નામ બેલા 1 છે. વર્ષ 2024માં અમેરિકાએ આ ટેન્કર પર પ્રતિબંધ લગાવ્યો હતો. બાદમાં આ ઓલ ટેન્કરનું નામ બદલીને મેરિનેરા કરવામાં આવ્યું હતું. રશિયાનુ આ ટેન્કર ઈરાનથી વેનેઝુએલા જઈ રહ્યું હતું.
રશિયાએ ટેન્કરનું નામ બદલી નામ અને માર્ગ
રશિયાએ આ ઓઈલ ટેન્કરનું નામ બેલા 1 છે. વર્ષ 2024માં અમેરિકાએ આ ટેન્કર પર પ્રતિબંધ મુક્યો હતો. બાદમાં આ ઓઈલ ટેન્કરનું નામ બદલીને મેરિનેરા કરી દીધુ. રશિયાનું આ ટેન્કર ઈરાનથી વેનેઝુએલા જઈ રહ્યું હતું. મૂળ રીતે બેલા 1 નામના આ જહાજને વર્ષ 2024માં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું.
અહેવાલ પ્રમાણે વેનેઝુએલાના સમુદ્રી વિસ્તાર પાસે અમેરિકાએ ઓઈલ ટેન્કરો પર અનેક પ્રકારના પ્રતિબંધ મુકેલા છે. અમેરિકાની આ નાકાબંધીથી બચવાનો પ્રયત્ન કરી રહેલ આ ટેન્કરે તેને માર્ગ બદલી દીધો હતો અને એટલાન્ટીકા મહાસાગર તરફ પરત ફર્યું હતું.
આ પહેલી વાર નથી જ્યારે અમેરિકાની સેનાએ ટેન્કરને રોકવાનો પ્રયાસ કર્યો હોય. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડિસેમ્બર 2025માં ક્રૂએ વેનેઝુએલા નજીક જહાજ પર ચઢવાના અમેરિકી સેનાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
