Loading...

Washington Post Laid Off: પ્રતિષ્ઠિત અખબાર વૉશિંગ્ટન પોસ્ટમાં મોટાપાયે પત્રકારોની છટણી, શશિ થરુરના દિકરા ઈશાન થરુરને પણ નોકરીમાંથી કાઢી મુકાયો

એક્ઝિક્યુટીવ એડિટર મેટ મરે (Matt Murray)ના જણાવ્યા પ્રમાણે સવારના સમયમાં ન્યૂઝ રૂમના કર્મચારીઓ કોલ કરી કહેવામાં આવ્યું કે કંપનીને ઘણા લાંબા સમયથી જંગી નુકસાન થઈ રહ્યું છે

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 05 Feb 2026 05:16 PM (IST)Updated: Thu 05 Feb 2026 05:47 PM (IST)
retrenchment-of-journalists-in-prestigious-newspaper-washington-post-shashi-tharoors-son-ishan-tharoor-also-lost-his-job-686332

Washington Post Off: વિશ્વના પ્રતિષ્ઠિત અખબારી ગ્રુપ ધ વૉશિંગ્ટન પોસ્ટે(Washington Post) મોટાપાયે નોકરીમાં છટણી(layoffs)ની જાહેરાત કરી છે. તેને પગલે સ્પોર્ટ્સ, સ્થાનિક સમાચાર તથા ઈન્ટરનેશનલ કવરેજને વ્યાપક પ્રમાણમાં અસર થઈ છે.મળતી માહિતી પ્રમાણે જે કૂલ 800થી વધારે લોકોની છટણી કરવામાં આવી છે તેમાં 300 જેટલા પત્રકારોનો સમાવેશ થાય છે. વોશિંગ્ટન પોસ્ટમાં જે લોકોની નોકરી ગઈ છે તેમાં શશી થરુર(Shashi Tharoor)ના દિકરા ઈશાન થરૂરનો પણ સમાવેશ થાય છે.

આ છટણી એ બાબતના સ્પષ્ટ સંકેત આપે છે કે જે જેફ બેઝોસ કે જે ઈન્ટરનેટ પર વિશ્વભરને ચીજવસ્તુઓનું વેચાણ કરીને વિશ્વનો સૌથી સમૃદ્ધ વ્યક્તિ પૈકી એક બની ગયો છે, પણ તેને એ વાતની બિલકુલ સમજ નથી આવી કે આ એક નફો કરતી સંસ્થા કેવી રીતે બનાવવામાં આવે અને શ્રેષ્ઠ પત્રકારીતા માટે કેવી રીતે સંચાલિત કરવામાં આવે. તેના માલિકી હક્ક સાથે પ્રથમ આઠ વર્ષમાં અખબારનું વિસ્તરણ કરવામાં આવ્યું, પણ તાજેતરમાં જ કંપનીએ નબળું પર્ફોમન્સ નોંધાવ્યું.

ધ પોસ્ટના એક્ઝિક્યુટીવ એડિટર મેટ મરે (Matt Murray)ના જણાવ્યા પ્રમાણે સવારના સમયમાં ન્યૂઝ રૂમના કર્મચારીઓ કોલ કરી કહેવામાં આવ્યું કે કંપનીને ઘણા લાંબા સમયથી જંગી નુકસાન થઈ રહ્યું છે અને તે વાંચકોની જરૂરિયાતોને પૂરી કરી શક્તિ નથી. તેમણે જણાવ્યું કે ન્યૂઝ રૂમના લગભગ તમામ સેક્શનને ભાવ અસર થઈ છે. અને તેના પરિણામે પબ્લિકેશને નેશનલ ન્યૂઝ તથા પોલિટીકલ ઉપરાંત બિઝનેસ, હેલ્થ તથા સ્થાનિક વિભાગને વ્યાપક અસર થઈ છે.

X પર એક પોસ્ટમાં ઈશાન થરુરે વોશિંગ્ટન પોસ્ટના અનેક ઈન્ટરનેશનલ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યાની માહિતી કહી હતી. તેમણે કહ્યું કે મને આજે વોશિંગ્ટન પોસ્ટમાંથી કાઢવામાં આવ્યો છે. માર સાથે સાથે મોટાભાગના આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ તથા અન્ય શાનદાર સહકર્મચારીને પણ નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે.