Loading...

Israel US Iran War: ઈરાનના પરમાણુ મથક પર ઈઝરાયેલ-અમેરિકાના હુમલાને લીધે ખાડી દેશોમાં ખતમ થઈ જશે જીવન, કોઈ નહીં બચે

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ તેમના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી માહિતી આપી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 04 Apr 2026 06:25 PM (IST)Updated: Sat 04 Apr 2026 06:25 PM (IST)
israel-america-iran-war-iran-issues-nuclear-threat-to-israel-and-america-say-life-in-gulf-countries-will-end-721688

Israel-US-Iran War: ઈરાન અને અમેરિકા દ્વારા તહેરાનના બુશહર પરમાણું કેન્દ્ર પર શનિવારે જે ચોથી વખત ભીષણ હુમલો કર્યો ત્યારબાદ ઈરાને પ્રથમ વખત દુશ્મનોને પરમાણું હુમલાની ધમકી આપી છે. ઈરાને કહ્યું કે ઈઝરાયેલ અને અમેરિકા જે કરી રહ્યા છે તેનાથી તહેરાનને કંઈ પણ નહીં થાય, પણ તેને લીધે સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત (UAE), કુવૈત, બહેરીન, કતાર તથા ઓમાન જેવા દેશોમાં જીવન સંપૂર્ણપણે ખતમ થઈ જશે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ તેમના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી આ માહિતી આપી છે.

સાઉદી અરેબિયા, UAE, કુવૈત, બહેરીન, કતર તથા ઓમાનમાં જીવન ખતમ થઈ જશે

તેમણે કહ્યું કે ઈઝરાયેલ-અમેરિકા દ્વારા અમારા બુશહર ન્યૂક્લિયર પ્લાન્ટ પર અત્યાર સુધીમાં ચાર વખત હુમલા કર્યાં છે. તેને લીધે જો રેડિયોએક્ટિવ ફોલઆઉટ થશે તો તહેરાનને કંઈ નહીં થાય પણ GCC દેશોની રાજધાની (સાઉદી અરેબિયા, UAE, કુવૈત, બહેરીન, કતાર, ઓમાન)માં જીવન સમાપ્ત થઈ જશે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા શનિવારે ઈરાન પર આ હુમલો ત્યારે કર્યો કે જ્યારે 24 કલાકમાં ઈરાને અમેરિકાના 2 ફાઈટર જેટ, A-10 એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, 2 MQ-9 ડ્રોન અને અમેરિકીની કેટલીક ક્રુઝ મિસાઈલોન તોડી પાડી હતી. તેનાથી ઈઝરાયેલ અને અમેરિકાએ બુશહર પરમાણું કેન્દ્ર પર ચોથી વખત હુમલો કર્યો.

ઈરાને પણ પશ્ચિમી દેશોને અરીસો બતાવ્યો

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પોતાની પોસ્ટમાં પશ્ચિમી દેશોને અરીસો બતાવ્યો. તેમણે લખ્યું કે યુક્રેનના ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નજીક શત્રુતાપૂર્ણ પ્રવૃત્તિઓ પર પશ્ચિમી દેશોનો રોષ યાદ છે? ઇઝરાયલ અને અમેરિકાએ અત્યાર સુધીમાં ચાર વખત આપણા બુશેહર ન્યુક્લિયર પ્લાન્ટ પર બોમ્બમારો કર્યો છે. રેડિયોએક્ટિવ ફોલ-આઉટ તહેરાન ઉપરાંત GCC દેશોની રાજધાનીઓ (સાઉદી અરેબિયા, UAE, કુવૈત, બહેરીન, કતાર, ઓમાન)માં પણ જીવનનો નાશ કરશે. આપણા પેટ્રોકેમિકલ પ્લાન્ટ પરના હુમલાઓ તેમના સાચા હેતુને પણ સ્પષ્ટપણે પ્રગટ કરે છે.

યુદ્ધનો અંત લાવવા માટે કાયમી ઉકેલ માટે અપીલ

અબ્બાસ અરાઘચીએ એમ પણ કહ્યું કે ઈરાન પર યુદ્ધ લાદવામાં આવ્યું છે. તેઓ શરતી અને કાયમી ઉકેલ ઇચ્છે છે. તેમણે ઉમેર્યું કે કામચલાઉ ઉકેલ અર્થહીન છે.