Strait of Hormuz Close Again:લેબનોન પર ઈઝરાયલે હુમલો કરતા ઈરાને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ફરી બંધ કર્યું, અમેરિકા પર વિશ્વાસઘાતનો આરોપ

Strait of Hormuz Close Again:ઈરાનની જોઈન્ટ મિલિટ્રી કમાન્ડે શનિવારે કહ્યું છે કે તેણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી વખત બંધ કરી દીધું છે. તેની પાછળ લેબનોનમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલા અને અમેરિકાના અપ્રમાણિક ઈરાદા તથા યુદ્ધનો અંત લાવવાના તેના ઠાલા વચનો જવાબદાર છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 20 Jun 2026 07:49 PM (IST)Updated: Sat, 20 Jun 2026 08:33 PM (IST)
iran-angered-by-israels-fierce-attack-on-lebanon-closed-the-strait-of-hormuz-again

Strait of Hormuz Close Again:ઈરાનની જોઈન્ટ મિલિટ્રી કમાન્ડે શનિવારે કહ્યું છે કે તેણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી વખત બંધ કરી દીધું છે. તેની પાછળ લેબનોનમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલા અને અમેરિકાના અપ્રમાણિક ઈરાદા તથા યુદ્ધનો અંત લાવવાના તેના ઠાલા વચનો જવાબદાર છે.

ઈરાને કહ્યુ છે કે આ પ્રકારના આક્રમક પગલાં સ્પષ્ટપણે ઉલ્લંઘન છે. સરકારી ટેલિવિઝન પર આપવામાં આવેલા નિવેદનમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આક્રમકતાને જાળવી રાખવામાં આવશે તો હવે પછીના પગલાં ભરવા માટેની યોજના પણ તૈયાર કરવામાં આવેલી જ છે.

 

અમેરિકાએ વિશ્વાસ તોડ્યો


ઈરાનના મીડિયાએ કહ્યું કે તહેરાન ફરી વખત હોર્મુઝન માર્ગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકાએ વિશ્વાસ તોડ્યો છે અને લેબનોનમાં ઈઝરાયલ દ્વારા યુદ્ધ વિરામનું સતત ઉલ્લંઘન થયું છે તેને લીધે હોર્મુઝનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. બીજી બાજુ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે કહ્યું છે કે એ વાતના કોઈ જ પુરાવા નથી કે ઈરાન હોર્મુઝનો માર્ગ બંધ કરી રહ્યું છે.

ઈરાને ફરી બંધ કર્યો હોર્મુઝનો માર્ગ

ઈરાનના ટોચના સંયુક્ત સૈન્ય કમાને કહ્યું છે કે હોર્મુઝનો દરિયાઈ માર્ગ બંધ કરવાનો નિર્ણય અમેરિકા દ્વારા MoUની પ્રથમ શરત અંતર્ગત સ્પષ્ટપણે વિશ્વાસ તોડવા તથા પોતાના વચનનું ઉલ્લંઘન કરવાને પગલે કરવામાં આવ્યો છે.ઈરાનની સેનાનો દાવો છે કે દક્ષિણી લેબનોનમાં ઈઝરાયલે હુમલા કર્યાં છે, જે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન છે.