Loading...

US Greenland Conflict: બસ હવે બહું થયું, સમય આવી ગયો… ગ્રીનલેન્ડને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની છેલ્લી ચેતવણી

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હવે કામ કરવાનો સમય આવી ગયો છે અને અમેરિકા હવે ગ્રીનલેન્ડ પર કબજો કરીને રહેશે. ટ્રમ્પની આ પોસ્ટથી ડેનમાર્ક સહિતના વિરોધી દેશો પર દબાણ વધી શકે છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 19 Jan 2026 04:11 PM (IST)Updated: Mon 19 Jan 2026 04:11 PM (IST)
donald-trump-last-warning-for-greenland-676615

US Greenland Conflict: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડના મુદ્દે અત્યંત સખ્ત વલણ અપનાવ્યું છે અને એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના વિરોધીઓને 'લાસ્ટ વોર્નિંગ' આપી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આક્રમક તેવર સાથે લખેલી આ પોસ્ટ દ્વારા નાટો (NATO) અને યુરોપિયન દેશો પર પ્રેશર બનાવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે પાણી માથા પરથી વહી ગયું છે.

અમેરિકા હવે ગ્રીનલેન્ડ પર કબજો કરીને રહેશે
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર દાવો કર્યો છે કે નાટોએ ડેનમાર્કને ચેતવણી આપી હતી કે તે ગ્રીનલેન્ડમાં રશિયાની દખલગીરી ખતમ કરે, પરંતુ ડેનમાર્કે કોઈ પગલાં લીધા નહીં. ટ્રમ્પે કહ્યું કે હવે આ કામ કરવાનો સમય આવી ગયો છે અને અમેરિકા હવે ગ્રીનલેન્ડ પર કબજો કરીને રહેશે. ટ્રમ્પની આ પોસ્ટથી ડેનમાર્ક સહિતના વિરોધી દેશો પર દબાણ વધી શકે છે.

યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે ટેરિફ યુદ્ધ
ટ્રમ્પની આ પોસ્ટ યુરોપિયન યુનિયનની ઈમરજન્સી બેઠકમાં લેવાયેલા નિર્ણયો બાદ આવી છે, જેમાં યુરોપિયન યુનિયને યુરોપના બજારોમાંથી અમેરિકાને બહાર કરવાનો અને 6 ફેબ્રુઆરીથી અમેરિકા પર 9767 કરોડ રૂપિયાનો ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો હતો,. આ પહેલાં ટ્રમ્પે 1 ફેબ્રુઆરી 2026થી ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, નેધરલેન્ડ અને ફિનલેન્ડ જેવા 7 નાટો દેશો પર 10 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, જે 1 જૂનથી વધીને 25 ટકા થઈ જશે.

ગ્રીનલેન્ડ ખરીદવાનો પ્રયાસ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને 'ગોલ્ડન ડોમ'ના સપનાને પૂરું કરવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે. જોકે ગ્રીનલેન્ડ પર વર્ષ 1700થી ડેનમાર્કનો કબજો છે, પરંતુ અમેરિકા ઘણા વર્ષોથી તેને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પનું માનવું છે કે જો અમેરિકા ગ્રીનલેન્ડ ખરીદી શકતું નથી તો તેના પર કબજો કરવા સિવાય અમેરિકા પાસે કોઈ વિકલ્પ નથી.

ડેનમાર્ક અને નાટોનો વિરોધ
ડેનમાર્કના વડાપ્રધાન અને ગ્રીનલેન્ડના વડાપ્રધાને પહેલાથી સ્પષ્ટતા કરી દીધી છે કે ગ્રીનલેન્ડ વેચાઉ નથી અને નાટો દેશો ઈચ્છે છે કે ગ્રીનલેન્ડને પોતાના ભવિષ્યનો નિર્ણય લેવાનો હક છે. ગ્રીનલેન્ડના લોકો પણ ડેનમાર્કથી નીકળીને અમેરિકાની ગુલામીમાં રહેવા માંગતા નથી.