Loading...

Iran Missile Attack: ઈરાનના મિસાઈલ હુમલામાં બહેરીનની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીમાં લાગી આલગ, સામે આવેલો આ વીડિયો જુઓ

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા જતા સંઘર્ષ વચ્ચે આવી છે, જેમાં તેહરાન ઈઝરાયલ અને ગલ્ફ ક્ષેત્રના કેટલાક ભાગોને નિશાન બનાવીને હુમલા કરી રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 05 Apr 2026 07:15 PM (IST)Updated: Sun 05 Apr 2026 07:15 PM (IST)
bahrains-largest-oil-refinery-hit-by-iranian-missile-attack-watch-this-video-that-surfaced-722267

Iran Missile Attack:ઈરાનના મિસાઈલ હુમલામાં બહેરીનની સૌથી મોટી રિફાઈનરી બાપકો એનર્જીસ (Bapco Energies)ની ફેસિલિટી સેન્ટરમાં આવેલા સ્ટોરેજ ટેન્કમાં ભીષણ આગ લાગી છે.

ઈરાનના સરકારી મીડિયાએ સોશિયલ મીડિયા પર આ અંગે એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે ફેસિલિટી સેન્ટરમાં વિસ્ફોટ થયો અને ત્યાં આગ લાગેલી જોવા મળે છે. 10 સેકન્ડની આ ક્લિપમાં એક વિસ્ફોટ અને ત્યારબાદ ઘટના સ્થળે ધૂમાળો અને આગ જોવા મળે છે.

આગ પર અંકૂળ મેળવી લેવામાં આવ્યો
અલ અરબિયા દ્વારા આપવામાં આવેલા એક નિવેદન પ્રમાણે કંપનીએ પૃષ્ટી કરી છે કે આગ પર અંકૂશ મેળવી લેવામાં આવ્યો છે અને નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે.

અગાઉ પણ એક હુમલો થયો હતો. ગયા મહિને પણ આ જ રીતે આ સ્થળને નિશાન બનાવવામાં આવ્યું હતું. તે આગ પણ કોઈ જાનહાનિ થયા વિના કાબુમાં લેવામાં આવી હતી.

અમેરિકા-ઈરાન સંઘર્ષ વધતો જઈ રહ્યો છે
આ ઘટના અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા જતા સંઘર્ષ વચ્ચે આવી છે, જેમાં તેહરાન ઈઝરાયલ અને ગલ્ફ ક્ષેત્રના કેટલાક ભાગોને નિશાન બનાવીને હુમલા કરી રહ્યું છે.વધતા તણાવ વચ્ચે ઈરાને તાજેતરમાં દક્ષિણ ઈસ્ફહાનમાં અમેરિકાની હાર માટે મજાક ઉડાવી હતી. તેહરાન દ્વારા વિમાન તોડી પાડ્યા પછી ગુમ થયેલા F-15 વિમાનના બીજા ક્રૂ સભ્યને બચાવી લેવામાં આવ્યા બાદ આ ઘટના બની છે.

ઈરાને અમેરિકાની લશ્કરી નિષ્ફળતાનો પર્દાફાશ કર્યો
સમાચાર એજન્સી ANI પ્રમાણે ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તા ઈબ્રાહિમ ઝોલ્ફાઘરીએ જણાવ્યું હતું કે આ ઘટનાએ અમેરિકન લશ્કરના ખોટા સ્વભાવ અને તેના દળોની અપમાનજનક નિષ્ફળતાનો પર્દાફાશ કર્યો છે. ઝોલ્ફાઘરીએ જણાવ્યું હતું કે ઈરાની દળોએ આ કાર્યવાહીમાં સામેલ C-130 વિમાનને તોડી પાડ્યું હતું.