Loading...

Veraval News:તાલાલાના ગુંદરણમાં જુગારધામ પર પોલીસ ત્રાટકી, 14.85 લાખના મુદ્દામાલ સાથે 13 પત્તાપ્રેમીઓ ઝડપાયા, 27 વોન્ટેડ

ગુંદરણ સીમના ખેતરમાં ભાગીદારીમાં ચાલતી જુગારની હાટડી ઝડપાઈ હતી. 26 વાહનો, 15 મોબાઈલ અને રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 22 Jan 2026 03:48 PM (IST)Updated: Thu 22 Jan 2026 03:48 PM (IST)
veraval-news-major-gambling-raid-in-talala-13-arrested-27-declared-wanted-678005

Veraval News: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં પોલીસ દ્વારા જુગારધામ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તાલાલા પોલીસે બાતમીના આધારે ગુંદરણ ગામની સીમમાં દરોડો પાડીને લાખોના મુદ્દામાલ સાથે 13 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 27 જેટલા અન્ય આરોપીઓ પોલીસના હાથે ચડ્યા નથી, જેમને વોન્ટેડ જાહેર કરાયા છે.

ખુલ્લા ખેતરમાં ચાલતું હતું જુગારધામ તાલાલા પોલીસ(Talala Police) સ્ટેશનના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુંદરણ ગામના સર્વે નં. 119 વાળા ખુલ્લા ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં ખુલ્યું હતું કે મુખ્ય આરોપી આયુબ ખાનણી, દિનેશ કાનબર અને ચંદ્રકાંત છગ ભાગીદારીમાં અહીં બહારથી માણસો બોલાવીને જુગાર(Gambling) રમાડતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. 1,49,750 તથા 26 વાહનો (કિંમત રૂ. 12,70,000) અને 15 મોબાઈલ મળી કુલ રૂ. 14,85,950 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12 અને ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની કલમ 112(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આયુબ હુસેન ખાનણી (રહે. વિઠ્ઠલપુર, તાલાલા) - મુખ્ય સૂત્રધાર, દિનેશ મગન કાનબર (રહે. તાલાલા) - ભાગીદાર, ચંદ્રકાંત પરષોત્તમ છગ (રહે. પ્રાચી ગામ, સુત્રાપાડા) - ભાગીદાર, ભીમાસી પૂંજા ભારડા (રહે. ગુંદરણ), ઈમરાન આયુબ ખાનણી (રહે. વિઠ્ઠલપુર), જીતુ પરષોત્તમ જાટકીયા (રહે. રામડેચી), કૈલાશ પૂંજા વાળા (રહે. પીપળવા).

આ ઉપરાંત ભરત રામ માયડ (રહે. રામડેચી), આનંદ ધીરુભાઈ નેનોજી (રહે. સત્યમ સોસાયટી, તાલાલા), ગોવિંદ હમીર રામ (રહે. બોસન, સુત્રાપાડા), લલિત લક્ષ્મીદાસ લુક્કા (રહે. તાલાલા), ખીમા કાના બારડ (રહે. ઉમરેઠી ધાનેજ), સુનિલ ગોવિંદ માકડિયા (રહે. ધાનેજ બાકુલા)ને ઝડપી પાડ્યા છે.

જુગારધામ પર પોલીસ ત્રાટકી ત્યારે અનેક શખ્સો નાસી છૂટ્યા હતા, જેમાં પ્રકાશ મહેતા (ચિત્રાવડ), લખન લોહાણા (ઘાટવડ), રોહિત (જમવાડા), જેકી (તાલાલા), દુદાભાઈ (ઘાટવડ), રિયાઝ બસાથીયા (ઘંટિયા), ઉમર (રામડેચી) અને પ્રફુલભાઈ (આલીદ્રા) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી મળી આવેલા 17 જેટલા વાહનોના નંબર અને 2 મોબાઈલના IMEI નંબરના આધારે તેના માલિકોને પણ વોન્ટેડ ગણી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.