Mango Prices in Talala: તાલાલા માર્કેટ યાર્ડમાં આજે 24,500 બોક્સ કેસર કેરીની આવક, જાણો 10 કિલોનો કેટલો ભાવ બોલાયો

26 એપ્રિલે ઉંચો ભાવ 1325 રૂપિયા સુધી પહોંચ્યો હતો, જે આ સિઝનનો સૌથી વધુ ભાવ કહી શકાય. તે દિવસે આવક માત્ર 4420 બોક્સ હતી. જે બાદના દિવસોમાં આવક સતત વધતી રહી છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Jun 2026 04:49 PM (IST)Updated: Fri, 05 Jun 2026 04:51 PM (IST)
kesar-mango-price-apmc-talala-05-june-2026
HIGHLIGHTS
  • તાલાલા માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં કેસર કેરીની કુલ 7 લાખથી વધુ બોક્સની આવક નોંધાઈ

Mango Prices in Talala (June 05, 2026): કેસર કેરી માટે જાણીતા તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક થઇ રહી છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવેલા આજના ભાવ જોઇએ તો 10 કિલોના બોક્સના નીચા ભાવ 360 અને ઉંચા ભાવ 730 રૂપિયા બોલાયા હતા. જ્યારે સરેરાશ ભાવ 510 રહ્યા હતા. આજે યાર્ડમાં કુલ 24,500 બોક્સની આવક થઇ હતી.

તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીના આજના ભાવ (કેરીનો ભાવ 10 કિલોમાં) (Talala Mango Price Today, 05 June, 2026)

અત્યાર સુધીમાં 7 લાખથી બોક્સની આવક નોંધાઈ

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં અત્યારસુધીમાં કેસર કેરીની કુલ 7 લાખથી વધુ બોક્સની આવક નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન બજારમાં કેરીના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી હતી, જેમાં મહત્તમ ભાવ 1060 રૂપિયા અને લઘુત્તમ ભાવ 360 રૂપિયા પ્રતિ બોક્સ રહ્યા હતા. સરેરાશ 600 રૂપિયાના ભાવ બોલાયા હતા.

એપ્રિલમાં સરેરાશ ભાવ 740 રૂપિયા રહ્યો હતો

19 એપ્રિલથી 30 એપ્રિલમાં કુલ 75,380 બોક્સની આવક નોંધાઈ હતી. જેમાં સરેરાશ ભાવ 740 રૂપિયા રહ્યો હતો. આ 12 દિવસો દરમિયાન મહત્તમ ભાવ 1200 રૂપિયા અને લઘુત્તમ ભાવ 410 રૂપિયા સુધી નોંધાયો હતો.

એપ્રિલના છેલ્લા અઠવાડિયાના આંકડા પર નજર કરીએ તો, 26 એપ્રિલે ઉંચો ભાવ 1325 રૂપિયા સુધી પહોંચ્યો હતો, જે આ સિઝનનો સૌથી વધુ ભાવ કહી શકાય. તે દિવસે આવક માત્ર 4420 બોક્સ હતી. જે બાદના દિવસોમાં આવક સતત વધતી રહી છે.

29 એપ્રિલે 8210 બોક્સ અને 30 એપ્રિલે 8920 બોક્સની આવક નોંધાઈ હતી, જેના કારણે ઉંચા ભાવમાં સામાન્ય ઘટાડો થઈને તે 1200 થી 1250 ની વચ્ચે સ્થિર થયો હતો. ઓછી આવક ધરાવતા દિવસોમાં ભાવમાં તેજી જોવા મળી હતી, જ્યારે આવક વધતા ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે.

તારીખનીચો ભાવઉંચો ભાવબોક્સની આવક
5- જૂન-202636073024500
4- જૂન-202634077023750
3- જૂન-202633075024000
2- જૂન-202631080024700
1- જૂન-202632582029620
31-મે-202630084028830
30-મે-202631085028040
29-મે-202634087023980
28-મે-202632087525070
27-મે-202634092525040
26-મે-202633091023780
25-મે-202629090025800
24-મે-202630093025670
23-મે-202632095025200
22-મે-2026310100024240
21-મે-2026330102023510
20-મે-2026320104021140
19-મે-2026325107520510
18-મે-2026350105019290
17-મે-2026375100020550
16-મે-2026350102519680
15-મે-2026375107517050
14-મે-2026425115015370
13-મે-2026400112513510
12-મે-2026300105014270
11-મે-2026350110012550
10-મે-2026325107512200
9-મે-2026350100012400
8-મે-2026375102511250
7-મે-2026400105013320
6-મે-2026350115015300
5-મે-2026375117515020
4-મે-2026350122514760