BJP Valsad: વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા દ્વારા આજે જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણા બાદ આ નવી નિમણૂંકો અમલમાં મૂકવામાં આવી છે. નવી ટીમમાં 8 ઉપપ્રમુખ ઉપરાંત 8 મંત્રીઓ અને ત્રણ મહામંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.
મુખ્ય સંગઠનાત્મક નિમણૂંકો
વલસાડ જિલ્લાના મુખ્ય સંગઠનમાં કિશોરભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને સતિષભાઈ પટેલ, જીગીત્સાબેન પટેલ સહિત 8 જણાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.
જ્યાર મહામંત્રી તરીકે કમલેશભાઈ પટેલ, નિખિલભાઈ ચોક્સી અને ગણેશભાઈ બિરારીની વરણી કરવામાં આવી છે.આવી જ રીતે મંત્રી તરીકે અંકિતભાઈ પટેલ,ગિરિશભાઈ ટંડેલ, મિનાક્ષીબેન ગાંગોડા, પુષ્પાબેન પારડીવાલા, ફાલ્ગુની શાહ, સુમિતાબેન દુબળા,ભાવનાબેન કારુલકર સહિતના નામનું એલાન કરવામાં આવ્યું છે. તેમજ કોષાધ્યક્ષની જવાબદારી રમેશભાઈ હરીરામ ગોરીને સોંપવામાં આવી છે.
કાર્યાલય મંત્રી: કીકુભાઈ રામજીભાઈ પટેલ (ધરમપુર શહેર).
વિવિધ મોરચાના સુકાનીઓ
પાર્ટીએ તમામ વર્ગોને સાધવા માટે વિવિધ મોરચામાં પણ નિમણૂંકો કરી છે:
મહિલા મોરચો: પ્રમુખ તરીકે પ્રવિણાબેન સમિરભાઈ પટેલ (વલસાડ તાલુકા).
યુવા મોરચો: પ્રમુખ તરીકે પ્રભાકર યાદવ (ધરમપુર શહેર).
કિસાન મોરચો: પ્રમુખ તરીકે રૂપેશભાઈ છોટુભાઈ પટેલ (વલસાડ તાલુકા).
બક્ષીપંચ (OBC) મોરચો: પ્રમુખ તરીકે નિલેશભાઈ કલ્યાણજીભાઈ ભંડારી (ઉમરગામ તાલુકા).
લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે બુરઝીન ગોલીવાલા બાવાજી (વલસાડ શહેર).
અનુસૂચિત જાતિ/જનજાતિ મોરચો: અનુક્રમે હેમંતભાઈ એસ. પટેલ અને ધનેશભાઈ જી. ચૌધરીને પ્રમુખ પદ સોંપાયું છે.
આધુનિક વિભાગો પર ભાર
પાર્ટીએ સોશિયલ મીડિયા અને આઈ.ટી. સેલને પણ મજબૂત બનાવ્યું છે, જેમાં ચેતન સોમાભાઇ પટેલ (સોશિયલ મીડિયા) અને અક્ષય રાવલ (આઈ.ટી. વિભાગ) ની વરણી કરવામાં આવી છે.
