Vadodara: કાયાવરોહણમાં પ્રેમલગ્નની અદાવતમાં યુવકના ઘરે હુમલો; પત્નીનું ફિલ્મી ઢબે અપહરણ

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં પ્રેમલગ્નની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. 

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 20 Jun 2026 11:57 AM (IST)Updated: Sat, 20 Jun 2026 11:57 AM (IST)
vadodara-wife-abducted-after-love-marriage-attack-in-kayavarohan-dabhoi

Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં પ્રેમલગ્નની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. કાયાવરોહણની નવીનગરી વિસ્તારમાં રહેતા વિકાસભાઈ ઉર્ફે અક્ષિત રાવળના ઘરે 18 જૂનની રાત્રે 15થી 20 જેટલા શખ્સોના ટોળાએ હુમલો કરી તોડફોડ કરી હતી અને વિકાસભાઈની પત્નીનું બળજબરીપૂર્વક અપહરણ કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

યુવકે બીજા સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા

મળતી માહિતી મુજબ, વિકાસભાઈ રાવળે અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતની અદાવત રાખીને 18 જૂનની રાત્રે આશરે 10:30 વાગ્યે કેટલાક ઈસમો ચાલુ વરસાદમાં મોઢે રૂમાલ બાંધીને વિકાસભાઈના ઘરે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ ઘરમાં ઘૂસી લાકડાની ડાંગ અને કડા વડે પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે પડેલા વિકાસભાઈના ભાઈ આસુદના માથામાં કડું મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.

vadodara-love-marriage-dispute-20-06-2

ઇસમોએ ઘરમાંથી યુવતીનું અપહરણ કર્યું

પીડિત યુવકે આ અંગે ડભોઈ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે 29 જાન્યુઆરી 2026ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા, જે અંગે અગાઉ 8 એપ્રિલના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નિવેદન પણ નોંધાવ્યું હતું. આ અદાવતમાં જ હુમલાખોરોએ આક્રમણ કરી તેમની પત્નીને ઘરમાંથી બળજબરીપૂર્વક ખેંચી જઈ અપહરણ કર્યું છે. હુમલાખોરોએ ઘરમાં પણ ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.

vadodara-love-marriage-dispute-20-06-00ww

યુવકે ડભોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

બનાવની જાણ થતાં ડભોઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે રાહુલની ફરિયાદના આધારે 10 નામજોગ સહિત અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા અને અપહૃત મહિલાને સહીસલામત છોડાવવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ હિંસક ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે અને પરિવારે પોલીસ પાસે સુરક્ષા તથા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.