Vadodara Train Update: અમદાવાદ અને જામનગર જતી અનેક ટ્રેનોના રૂટમાં ફેરફાર; જાણો નવું સમયપત્રક

આગામી 21 જૂનથી 8 જુલાઈ સુધી ઘણી ટ્રેનોનાસમયપત્રકમાં ફેરફાર છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 19 Jun 2026 02:56 PM (IST)Updated: Fri, 19 Jun 2026 02:56 PM (IST)
vadodara-to-ahmedabad-jamnagar-train-schedule-changes-till-8-july-due-to-yard-remodeling

Vadodara Train Update: પશ્ચિમ રેલવેના મુસાફરો માટે અગત્યના સમાચાર છે. વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ તથા ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગના કામ માટે મેજર બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ કામગીરીના કારણે આગામી તારીખ 21 જૂન, 2026 થી 8 જુલાઈ, 2026 સુધી ઘણી ટ્રેનોનાસમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો

આ મેજર બ્લોક દરમિયાન કેટલીક ટ્રેનો બાજવા સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ થઈ જશે. આ ટ્રેનો બાજવાથી વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

  • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ.
  • ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ.
  • ટ્રેન નંબર 69114 વટવા–વડોદરા મેમુ ટ્રેન
  • ટ્રેન નંબર 69108 વટવા–વડોદરા મેમુ ટ્રેન
  • ટ્રેન નંબર 69102 વટવા–વડોદરા મેમુ ટ્રેન

બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થનારી ટ્રેનો

જે ટ્રેનો વડોદરાથી ઉપડતી હતી, તે હવે વડોદરાના બદલે બાજવા સ્ટેશનથી પોતાની યાત્રા શરૂ કરશે (શોર્ટ ઓરિજિનેટ) અને વડોદરાથી બાજવા વચ્ચે રદ રહેશે.

  • ટ્રેન નંબર 19035 વડોદરા–અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 69101 વડોદરા–વટવા મેમુ ટ્રેન
  • ટ્રેન નંબર 69115 વડોદરા–વટવા મેમુ ટ્રેન
  • ટ્રેન નંબર 69113  વડોદરા–વટવા મેમુ ટ્રેન
  • ટ્રેન નંબર 69107 વડોદરા–વટવા મેમુ ટ્રેન

પ્રારંભિક સ્ટેશનમાં કરવામાં આવેલા ફેરફાર

આ ઉપરાંત, ટ્રેન નંબર 59549 વડોદરા-વટવા મેમુ ટ્રેનના પ્રારંભિક સ્ટેશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન વડોદરા સ્ટેશનના બદલે પ્રતાપનગર સ્ટેશનથી સવારે 05:40 વાગ્યે પ્રસ્થાન કરશે.

મુસાફરો જોગ રેલવે વિભાગની ખાસ અપીલ

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા તમામ મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની અગવડતા ટાળવા માટે, મુસાફરી પહેલાં ટ્રેનોના નવા સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.