વડોદરા મંડળમાં મેગા બ્લોક; 3 જૂને ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેન રદ અને કઈ મોડી દોડશે?

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં 3 જૂન 2026ના રોજ મેગા બ્લોક. મણિનગર-વડોદરા ઇન્ટરસિટી સહિતની ટ્રેનો રદ, શતાબ્દી એક્સપ્રેસ મોડી દોડશે. સંપૂર્ણ લિસ્ટ અહીં જુઓ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 02 Jun 2026 10:07 PM (IST)Updated: Tue, 02 Jun 2026 10:07 PM (IST)
mega-block-in-vadodara-division-train-services-affected-on-june-3-know-which-trains-will-be-cancelled-and-which-will-run-late

Vadodara-Ranoli Mega Block: જો તમે 3 જૂન, 2026ના રોજ રેલવે દ્વારા મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ અંતર્ગત વાસદ અને રણોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. 624 (અપ લાઇન) પર રી-ગર્ડરિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ટેકનિકલ કામગીરીના કારણે રેલવે તંત્ર દ્વારા 5.30 કલાકનો મેગા બ્લોક લેવાનો નિર્ણય લેવાયો છે, જેની સીધી અસર અનેક ટ્રેનોના સમયપત્રક પર જોવા મળશે.

કઈ ટ્રેનો સંપૂર્ણ રદ રહેશે?

રેલવેના જણાવ્યા અનુસાર, મેગા બ્લોકને કારણે નીચેની ટ્રેનો 3 જૂન, 2026ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે-

  • ટ્રેન નંબર 19036: મણિનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 19035: વડોદરા – મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ

આંશિક રીતે રદ અને અન્ય ફેરફારો

અમુક ટ્રેનોને તેમના નિર્ધારિત રૂટ કરતા વહેલી પૂર્ણ કરવામાં આવશે અથવા મોડી દોડાવવામાં આવશે-

  • ટ્રેન નંબર 22960 (જામનગર – વડોદરા ઇન્ટરસિટી): આ ટ્રેન અમદાવાદ સ્ટેશન સુધી જ દોડશે અને અમદાવાદથી વડોદરા વચ્ચેની મુસાફરી માટે તે આંશિક રીતે રદ રહેશે.

રીશેડ્યૂલ અને રેગ્યુલેટ કરવામાં આવેલી ટ્રેનો

વિવિધ લાંબા અંતરની ટ્રેનોમાં સમયમાં ફેરફાર કરાયો છે-

  • અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ (12010): 40 મિનિટ મોડી ઉપડશે.
  • ભગત કી કોઠી–બેંગલુરુ એક્સપ્રેસ (16533): 55 મિનિટ રેગ્યુલેટ રહેશે.
  • જામનગર–કટરા એક્સપ્રેસ (12477): 50 મિનિટ રેગ્યુલેટ રહેશે.
  • ભગત કી કોઠી–ચેન્નાઈ એક્સપ્રેસ (20626): 55 મિનિટ રેગ્યુલેટ રહેશે.

મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્ટેશન પર નીકળતા પહેલા ટ્રેનનું સ્ટેટસ તપાસી લે. મુસાફરો વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે. રેલવે તંત્ર દ્વારા થયેલી આ અસુવિધા બદલ મુસાફરોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.