Loading...

Gujarat Local Body Elections 2026: કોંગ્રેસે વડોદરાના 18 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો તમારા વોર્ડમાં કોને મળી ટિકિટ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Sun 05 Apr 2026 11:02 PM (IST)Updated: Sun 05 Apr 2026 11:02 PM (IST)
gujarat-local-body-elections-2026-congress-releases-first-list-of-18-candidates-from-vadodara-know-who-got-ticket-in-your-ward-722373

Vadodara News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેજ બન્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પક્ષે વ્યૂહાત્મક રીતે જે વોર્ડમાં વિવાદ ઓછો હતો, ત્યાં વહેલા ઉમેદવારો જાહેર કરીને પ્રચારમાં લીડ લેવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

યાદીનું વિશ્લેષણ: કયા શહેરમાં કેટલા ઉમેદવારો?

કોંગ્રેસે આ વખતે વહેલી પસંદગી કરીને ભાજપ સામે પ્રચારમાં સરસાઈ મેળવવાનો વ્યૂહ અપનાવ્યો છે. શહેરવાર જાહેર થયેલા નામોની સંખ્યા નીચે મુજબ છે.

  • અમદાવાદ (AMC): સૌથી વધુ 93 ઉમેદવારો
  • રાજકોટ (RMC): 40 ઉમેદવારો
  • સુરત (SMC): 26 ઉમેદવારો
  • ભાવનગર (BMC): 25 ઉમેદવારો
  • મોરબી (Newly Formed MC): 23 ઉમેદવારો
  • જામનગર (JMC): 18 ઉમેદવારો
  • વડોદરા (VMC): 18 ઉમેદવારો

કોંગ્રેસે વડોદરા માટે 18 ઉમેદવારો જાહેર કર્યા છે. આ યાદીમાં મુખ્યત્વે એવા નામો છે જેમના વોર્ડમાં કોઈ આંતરિક ખેંચતાણ નહોતી.વોર્ડ નંબર-1 કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે બેઠકોના અનામતમાં ફેરફાર (OBC મહિલા અને ST પુરુષ અનામત) થવાને કારણે પક્ષ માટે નવા સમીકરણો સર્જાયા છે. અમી રાવત અને પુષ્પા વાઘેલા જેવા સીટિંગ કોર્પોરેટરો માટે નવી અનામત વ્યવસ્થા મુજબ બેઠકોની ફાળવણી પર મંથન ચાલી રહ્યું છે.

વડોદરાના કોંગ્રેસના ઉમેદવારોની સંપૂર્ણ યાદી જુઓ

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર

  • જાહેરનામું: 6 એપ્રિલ, 2026
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
  • મતદાન: 26 એપ્રિલ, 2026 (સવારે 7 થી સાંજે 6)
  • પરિણામ: 28 એપ્રિલ, 2026