મધ્ય ગુજરાતમાં હિટ એન્ડ રનનો કહેર: દાહોદમાં યુવાનનું માથું ધડથી અલગ, અલગ-અલગ અકસ્માતોમાં ત્રણના મોત એક ગંભીર

મધ્ય ગુજરાતમાં માર્ગ અકસ્માતોની હારમાળા સર્જાઈ છે, જેમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સામાન્ય નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. દાહોદમાં એક યુવાનનું માથું ધડથી અલગ થઈ ગયું, જ્યારે વડોદરા અને અંકલેશ્વરમાં પણ અકસ્માતોમાં ત્રણના મોત થયા અને એક ગંભીર રીતે ઘાયલ થયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 21 Jun 2026 09:50 AM (IST)Updated: Sun, 21 Jun 2026 09:50 AM (IST)
central-gujarat-hit-and-run-3-dead-1-critical-in-tragic-accidents

Central Gujarat Accient News: મધ્ય ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. ખાસ કરીને હિટ એન્ડ રનની વધતી જતી ઘટનાઓ સામાન્ય નાગરિકો માટે જીવનું જોખમ બની રહી છે. વડોદરા, અંકલેશ્વર, દાહોદ અને તિલકવાડામાં બનેલી અલગ-અલગ ઘટનાઓએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.

દાહોદમાં રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના

દાહોદ જિલ્લાના ગુંદીખેડા-રાછરડા રોડ પર હિટ એન્ડ રનની અત્યંત કરુણ અને ભયાનક ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન મુકેશ દેવધા નામના યુવાન પોતાના બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે મુકેશનું માથું ધડથી અલગ થઈ ગયું હતું અને ઘટનાસ્થળજ તેમનું મોત નીપજ્યું હતું. આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

central-gujarat-accidnet-1

વડોદરા અને અંકલેશ્વરમાં પણ બેદરકારીના ભોગ બન્યા લોકો

વડોદરાના વાઘોડિયા GIDC ગેટ પાસે એક રાહદારીને પૂરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે ટક્કર મારી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત રાહદારીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બીજી તરફ, અંકલેશ્વર GIDCમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક રોડ ક્રોસ કરી રહેલા પીકઅપ ડ્રાઈવર સુધીરકુમાર લલનસિંગ (ઉ.વ. 34) ને અજાણ્યા વાહને અડફેટે લેતા તેમનું મોત થયું હતું.

central-gujarat-acciden3

તિલકવાડામાં ગંભીર અકસ્માત સર્જાયો

તિલકવાડા તાલુકાના પૂછપુરા ગામ નજીક ઓવરટેક કરવાના પ્રયાસમાં યમાહા MT બાઈક અને હોન્ડા સિટી કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

મધ્ય ગુજરાતમાં એક પછી એક બની રહેલી આ ઘટનાઓ બાદ પોલીસ વિભાગ સક્રિય બન્યું છે અને તમામ કિસ્સાઓમાં અજાણ્યા વાહન ચાલકોની શોધખોળ તેજ કરી છે. જોકે, વારંવાર બનતા આવા અકસ્માતોએ માર્ગ સલામતી અને બેફામ ડ્રાઇવિંગ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. કાયદાના ડર વગર વાહન હંકારતા આવા ચાલકોને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.