અમદાવાદ-રાજકોટ હાઇવે પર જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું; વાહન વ્યવહાર ખોરવાયો

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર રળોલ ગામ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી મોટી દુર્ઘટના ટાળી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 30 May 2026 09:57 AM (IST)Updated: Sat, 30 May 2026 09:57 AM (IST)
surendranagar-news-limbdi-ahmedabad-rajkot-highway-chemical-tanker-overturned

Surendranagar News: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પાસે રળોલ ગામના પાટિયા પાસે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. ટેન્કરમાં અતિ જ્વલનશીલ પ્રવાહી ભરેલું હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભિતી સર્જાઈ હતી. આ દુર્ઘટનાને પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.

ટેન્કર હાઈવે પર પલટી ગયું

ટેન્કર પલટી ખાઈ જતાં તે કેમિકલ રોડ પર ઢોળાઈ ગયું હતુ. જેનાથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય માટે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક પણે ફાયર ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. તકેદારીના ભાગરુપે ફાયર વિભાગે કામગીરી હાથ ધરી હતી.

ફાયર વિભાગે કેમિકલ દૂર કર્યું

ફાયર ટીમોએ ખૂબ જ સાવધાનીપૂર્વક ઢોળાયેલા કેમિકલને રસ્તા પરથી દૂર કર્યું હતું. થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા સર્જાતા વાહનચાલકો હેરાન થઈ ગયા હતા. ફાયર વિભાગે કામગીરી પૂર્ણ કરીને હાઈવે પર વાહનવ્યવહાર પુન:કાર્યરત કર્યો હતો. જોકે, ટેન્કરના ડ્રાઈવર સહિતસ કુલ ચાર લોકોનો બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.