Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી સુરેન્દ્રનગર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ ટીમે કાર્યવાહી કરી છે. જેમાં ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. પોલીસે આ સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ ચલાવતી ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે.
3 આરોપીઓ સામે કાર્યવાહી
સાજીદ ઉર્ફે ગટો અલ્લારખાભાઇ કુરેશી રહે. મોરબીના પુલ પાસે, ખાટકીવાડ, સુરેન્દ્રનગર, ઇમરાન ઉર્ફે ગોટીયો અલ્લારખાભાઇ કુરેશી રહે. મોરબીના પુલ પાસે, ખાટકીવાડ, સુરેન્દ્રનગર 3. તોફીક ઉર્ફે બાબો હુસેનભાઇ કુરેશી રહે. મોરબીના પુલ પાસે, ખાટકીવાડ, સુરેન્દ્રનગર વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુજસીટોકની મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓમાં ફફડાટ ફેલાયો
પોલીસની આ કડક કાર્યવાહીથી જિલ્લાના બુટલેગરો, ચોર ટોળકીઓ અને સંગઠિત ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ ઓપરેશનમાં સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી, એ.એસ.આઇ. ડી.બી.જાડેજા સહિતના સર્વેલન્સ સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે. આ ટોળકીના સભ્યો છેલ્લા દસ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. આ ટોળકી સંગઠિત થઈને ગુના આચરતી હોવાથી તેમની સામે આ કડક કાયદાકીય કલમોનો ઉમેરો કરાયો છે.
