Loading...

સુરત શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો

દક્ષિણ ગુજરાતમાં બદલાતા હવામાનની સાથે જ આજે વહેલી સવારથી સુરત શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતનું અનોખું રૂપ જોવા મળ્યું હતું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 18 Jan 2026 01:29 PM (IST)Updated: Sun 18 Jan 2026 01:29 PM (IST)
surat-weather-today-dense-fog-blankets-city-hill-station-like-atmosphere-in-early-morning-675997

Surat News: સુરત શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહનોની લાઈટ ચાલુ રાખીને વાહનો હંકારવાની ફરજ પડી હતી.

દક્ષિણ ગુજરાતમાં બદલાતા હવામાનની સાથે જ આજે વહેલી સવારથી સુરત શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતનું અનોખું રૂપ જોવા મળ્યું હતું. સુરત શહેર અને સુરત ગ્રામ્યના કીમ, માંડવી અને આસપાસના પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં હીલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ ખુશનુમા વાતાવરણની સાથે વાહનચાલકો માટે મુશ્કેલી પણ સર્જાઈ હતી.

વહેલી સવારથી જ ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે હતું કે વિઝિબિલિટી (દ્રશ્યતા) ઓછી ગઈ હતી. જેના કારણે કીમ-માંડવી રાજ્ય ધોરી માર્ગ પર પસાર થતા વાહનોની રફતાર એકાએક ધીમી પડી ગઈ હતી. વાહનચાલકોએ હેડલાઈટ ચાલુ રાખીને અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધવાની ફરજ પડી હતી. ધુમ્મસની સાથે જ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જતાં ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો. વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા લોકો માટે આ વાતાવરણ આહલાદક રહ્યું હતું.