Loading...

Surat: RTE હેઠળ મફત પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો, પ્રથમ દિવસે જ સુરત શહેર-જિલ્લામાં 3,696 ફોર્મ ભરાયા

સુરતમાં પ્રથમ દિવસે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ 3,696 વાલીઓએ પોતાના સંતાનોના ઉજજવળ ભવિષ્ય માટે અરજી કરી છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sun 05 Apr 2026 03:46 PM (IST)Updated: Sun 05 Apr 2026 03:46 PM (IST)
surat-right-to-education-admission-2026-27-surat-heavy-rush-on-day-one-3696-forms-filled-722174

Surat News: શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત વર્ગના બાળકોને મફત પ્રવેશ અપાવવાની ઓનલાઈન પ્રક્રિયાનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. સુરતમાં પ્રથમ દિવસે જ વાલીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં સાંજ સુધીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ 3,696 વાલીઓએ પોતાના સંતાનોના ઉજજવળ ભવિષ્ય માટે અરજી કરી છે.

3,597 બેઠકો માટે ફોર્મ ભરાયા

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સત્તાવાર આંકડા મુજબ, પ્રથમ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 2,885 ફોર્મ ભરાયા હતા. સુરત શહેરની 966 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા ક્વોટા મુજબ કુલ 13,284 બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે પ્રથમ દિવસે જ 2,885 વાલીઓએ ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા છે. સુરત ગ્રામ્યમાં પણ પ્રવેશ પ્રક્રિયા વેગવંતી બની છે. અહીંની 390 શાળાઓની 3,597 બેઠકો માટે પ્રથમ દિવસે 811 ફોર્મ ભરાયા હતા.

17 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે

વહીવટી તંત્ર દ્વારા કામગીરી એટલી ઝડપી રખાઈ છે કે, પ્રથમ દિવસે જ 25 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. 7 ફોર્મ ડોક્યુમેન્ટની ખામીને લીધે રિજેક્ટ થયા છે, 10 ફોર્મ કેન્સલ કરવામાં આવ્યા છે. બાકીના 769 ફોર્મ હાલ ચકાસણી હેઠળ છે. વાલીઓ આગામી 17મી એપ્રિલ સુધી ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભરી શકશે. વાલીઓને ઓનલાઈન અરજી સમયે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવામાં સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.