Surat News: સુરતમાં પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાડી તેમજ અવાવરું વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારી આ કોમ્બિંગમાં જોડાયા હતા.
સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાડી તેમજ અવાવરું વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.
એસીપી ઝેડ.આર.દેસાઈએ જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને ખાડી પર જે વસાહતો આવી છે ત્યાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ત્યાં કોઈ ગુનાહિત પ્રવુતિ થાય છે કે કેમ તેને લઈને ડ્રોન દ્વારા તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધીના કોમ્બિંગમાં આવું કઈ જણાય આવ્યું નથી અને જયારે પણ કઈ મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઇસમોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
